Video: યોગી આદિત્યનાથે મોમોઝ વાળાને કર્યો પ્રશ્ન! કહ્યું, સાંસદે મોમોઝના પૈસા તો આપ્યા હતા ને?

જે.પી.નડ્ડાનો UP પ્રવાસ આગામી લોકસભા ચૂંટણીને લઈને જોવાઈ રહ્યો છે!

Share:

UP ના ગોરખપુર પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. યોગી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન CMએ હસી મજાકમાં મોમોઝ વેચતા એક દુકાનદારને પૂછ્યું, "કેટલા પૈસા કમાય છે?" "શું અહીં બેઠેલા લોકોમાંથી કોઈ વ્યક્તિ તમારી દુકાને મોમોઝ ખાવા આવ્યું છે?"

 

આના પર દુકાનદારે કહ્યું, "એકવાર અમારા સાંસદ (રવિ કિશન) આવ્યા હતા." આના પર સીએમ યોગીએ હસ્યા અને રમુજી અંદાજમાં પૂછ્યું, "તે આવ્યા તો સારું, પરંતુ શું તેમણે મોમોઝ મફતમાં ખાધા હતા કે પૈસા આપ્યા હતા? " યોગીના આ શબ્દો સાંભળીને દુકાનદાર હસી પડ્યો અને ચૂપ થઈ ગયો. નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને ત્યાં બેઠેલા તમામ અધિકારીઓ પણ હસી પડ્યા હતા.


2024 ની ચૂંટણીને લઈને મંત્ર આપી ગયા નડ્ડા 

જે.પી.નડ્ડાનો આ પ્રવાસ આગામી લોકસભા ચૂંટણીને લઈને જોવાઈ રહ્યો છે. તેમણે યુપી પહોંચીને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમની શરૂઆત કરી હતી. ભાજપના પદાધિકારીઓને લોકસભા ચૂંટણીની જીત માટે મંત્ર આપ્યો હતો. સાથે જ કહ્યું કે, રાજ્યોમાં મળેલી જીતનો માહોલ વર્ષ 2024 માં પણ જાળવી જ રાખવાનો છે. 

CM યોગી આદિત્યનાથ, જેપી નડ્ડા, સાંસદ રવિ કિશન સહિત તમામ મોટા નેતા ભાજપની સંકલ્પ યાત્રામાં જોડાયા હતા. આ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યું કે, ડબલ એન્જિનની સરકારમાં નવું ગોરખપુર આકાર લઈ રહ્યું છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તમામ લોકોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આ પહેલા તેમણે બસ્તી જિલ્લામાં સાંસદ રમત-ગમત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.