એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ક્રિકેટ જગતના દિગ્ગજોએ પાઠવી શુભેચ્છાઓ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ચીનના ZJUT ક્રિકેટ મેદાન ખાતે રમાયેલી મેચમાં સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સના શાનદાર દેખાવ બાદ ટિટાસ સાધુની બોલિંગના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ વિજય મળ્યો હતો. હરમનપ્રીત કૌરની ટીમે હાંગઝાઉ ખાતે એશિયન ગેમ્સ ટુર્નામેન્ટમાં ભારત માટે ઐતિહાસિક ગોલ્ડ મેડલ […]

Share:

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને હરાવીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ચીનના ZJUT ક્રિકેટ મેદાન ખાતે રમાયેલી મેચમાં સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સના શાનદાર દેખાવ બાદ ટિટાસ સાધુની બોલિંગના કારણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને આ વિજય મળ્યો હતો. હરમનપ્રીત કૌરની ટીમે હાંગઝાઉ ખાતે એશિયન ગેમ્સ ટુર્નામેન્ટમાં ભારત માટે ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતવા માટે 19 રનની રોમાંચક જીત નોંધાવી હતી.

મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, અનિલ કુંબલે અને ભારતની પુરૂષ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવીને ઈતિહાસ રચનારી હરમનપ્રીત કૌરની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.


એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજય બાદ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે X (ટ્વિટર) પર મહિલાઓ માટે એક ખાસ સંદેશો લખ્યો હતો. સચિન તેંડુલકરે લખ્યું હતું કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઉલ્લેખનીય ઉપલબ્ધિ હાંસલ કરી છે. 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ વખત એશિયન ગેમ્સમાં સામેલ થવા માટે ચીન પહોંચી હતી. અગાઉ એશિયન ગેમ્સમાં 2 વખત ક્રિકેટને સામેલ કરવામાં આવેલી જેમાં બંને વખત પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી. જોકે ભારતે તે વખતે એશિયન ગેમ્સની તે રમતમાં હિસ્સો જ નહોતો લીધો. 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં પ્રથમ વખતમાં જ ગોલ્ડ જીતવામાં સફળ રહી છે ત્યારે જો હવે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ પણ ગોલ્ડ મેડલ જીતે તો મહિલા અને પુરૂષમાં એકસાથે ગોલ્ડ જીતનારો ભારત પ્રથમ દેશ બની જશે. 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના 117 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકન ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 97 રન કર્યા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ગોલ્ડ મેડલ મળ્યો તેમાં ફાસ્ટ બોલર ટિટાસ સાધુનું યોગદાન ખૂબ મહત્વનું છે. તેણે 4 ઓવરમાં 6 રન આપીને 3 વિકેટ પોતાના નામે કરી હતી. આ મહિલા ટી20માં કોઈ પણ ભારતીય બોલરનું સંયુક્તરૂપે બીજું સૌથી શાનદાર પ્રદર્શન છે. 

આ મેચ દરમિયાન ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની શરૂઆત સારી નહોતી રહી. શેફાલી વર્મા માત્ર 9 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. જોકે સ્મૃતિ મંધાના મેદાન પર અડગ રહી હતી. ત્રીજા નંબરે બેટિંગ કરવા ઉતરેલી જેમિમા રોડ્રિ્ગ્સનો પૂરો સાથ મળ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે 67 બોલમાં 73 રનની ભાગીદારી જોવા મળી હતી.