David Warner Retirement: ટેસ્ટની સાથે વનડેમાંથી પણ ડેવિડ વોર્નરે લીધો સંન્યાસ, ચેમ્પિયન ટ્રોફી પર કરી મોટી વાત

ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે અને તેની જાહેરાત કરી છે. પાકિસ્તાન વિરુદ્ધ સીડનીમાં ત્રણ જાન્યુઆરીએ યોજાવા જઈ રહેલી ટેસ્ટ મેચ રમ્યા બાદ તે આ ફોરમેટને અલવિદા કરી દેશે.

Share:

હાઈલાઇટ્સ

  • ડેવિડ વોર્નરે ટેસ્ટ બાદ વનડેમાંથી પણ સંન્યાસની કરી જાહેરાત
  • ડેવિડે કહ્યું કે, જરુર પડશે તો ટીમ સાથે તે ઉભો રહેશે
  • તેના આ નિર્ણયથી ટીમને આગળ વધવામાં મદદ થશે

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓપનર ડેવિડ વોર્નરે નવા વર્ષની તકે ફેન્સને એક ચોંકાવાનારા સમાચાર આપ્યા છે. તેમે ટેસ્ટ બાદ હવે વનડેમાથી પણ સન્યાસ લેવાની જાહેરાત કરી છે. જો કે, વોર્નરે કહ્યું કે, તે 2025માં રમાવા જઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીમાં રમી શકે છે. ડેવિડ વોર્નરે આ જહેરાત કર્યા બાદ ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. પણ ફેરવેલ મેચ તે રમી શકે છે. 

સંન્યાસ લઉ છું 
વોર્નરે કહ્યું કે, આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ જીતવો એ મોટી વાત છે અને આ એવું હતુ કે જેના વિશે ક્યારેય વિચાર્યુ પણ નહોતું. ડેવિડે સોમવારે સિડીની ક્રિકેટ ગ્રાઉન્ડમાં સંવાદદાઓને કહ્યું કે, હું નિશ્ચિત રીતે વનડે ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો છું. વોર્નર બે વાર વર્લ્ડ કપ વિજેતા ટીમનો સભ્ય રહ્યો છે. 2015માં માઈકલ ક્લાર્કની કેપ્ટનસીમાં મેલબર્નમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ ફાઈનલ જીતીને કંગારુ ટીમને વર્લ્ડ કપ અપાવ્યો હતો. ત્યારે પણ વોર્નર ટીમનો સભ્ય હતો. વોર્નરે કહ્યું કે, તે વિશ્વભરની અન્ય લીગોમાં રમવા માગે છે. સંન્યાસ લેવાથી વનડે ટીમ આગળ વધે એવી મદદ મળશે. જો તે બે વર્ષ સુધી સારી રીતે રમતો રહ્યો અને ટીમને જરુર પડી તો ચેમ્પિયન ટ્રોફી રમવા માટે હાજર રહેશે. 

બે વાર વિશ્વ વિજેતા રહ્યો 
વોર્નર બે વાર વિશ્વ વિજેતા પણ રહ્યો છે. તેણે 2015માં ડોમેસ્ટિક મેદાન પર અને પછી 2023માં ભારતમાં આ ખિતાબ જીત્યો હતો. તેણે 2015માં વર્લ્ડકપની આઠ ઈનિંગમાં 49.28ની એવરેજથી અને 120.20ના સ્ટ્રાઈક રેટથી 345 રન બનાવ્યા હતા. તેણે એકવાર સદી પણ ફટકારી હતી. તે ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધારે રન બનાવવાનો બીજો બેટ્સમેન હતો. 2023 વર્લ્ડ કપમાં તેણે 11 મેચોમાં 46.83ની એવરેજથી 108.29ની સ્ટ્રાઈક રેટ સાથે 535 રન બનાવ્યા હતા.