શુભમન ગિલ વર્લ્ડ કપની ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમશે તેના પર સસ્પેન્સ યથાવત

વનડે વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા જ ટીમ ઈન્ડિયાને ભારે મોટો આંચકો મળ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગિલની તબિયત ખરાબ થઈ છે. આ કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શુભમન ગિલ મેદાનમાં ઉતરશે કે નહીં તેને લઈ અવઢવ બની છે.  શુભમન ગિલ ડેન્ગ્યુ પોઝિટિવ ટીમ ઈન્ડિયા રવિવારે ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની […]

Share:

વનડે વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા જ ટીમ ઈન્ડિયાને ભારે મોટો આંચકો મળ્યો છે. ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન શુભમન ગિલની તબિયત ખરાબ થઈ છે. આ કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શુભમન ગિલ મેદાનમાં ઉતરશે કે નહીં તેને લઈ અવઢવ બની છે. 

શુભમન ગિલ ડેન્ગ્યુ પોઝિટિવ

ટીમ ઈન્ડિયા રવિવારે ચેન્નાઈ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર જ મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. શુભમન ગિલનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે સારવાર અંતર્ગત છે. શુભમન ગિલે ગુરૂવારે એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ટીમના નેટ સેશનમાં પણ હિસ્સો નહોતો લીધો.

ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટ દ્વારા હાલ શુભમન ગિલના સ્વાસ્થ્યની પ્રગતિ પર નજર રાખવામાં આવી રહી છે. શુભમન ગિલને ડેન્ગ્યુના કારણે ભારે તાવ આવી રહ્યો છે ત્યારે રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેમની જગ્યાએ ઈશાન કિશનને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે. 

અંતિમ નિર્ણય મેડીકલ ટીમ લેશે

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે, શુભમન ગિલ હાલ પહેલા કરતાં ઘણું સારૂ અનુભવી રહ્યો છે. મેડિકલ ટીમે શુભમન ગિલને રુલ આઉટ નથી કર્યો અને મેડિકલ ટીમ જે નિર્ણય લે તેને અનુસરવામાં આવશે. શનિવારે શુભમન ગિલના સ્વાસ્થ્ય અંગે વધુ એક વિચારણા કરવામાં આવશે. 

ચેન્નાઈ પહોંચ્યા બાદ શુભમન ગિલને ભારે તાવ આવવા લાગ્યો હતો અને તેના કેટલાક ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ ટેસ્ટના રિપોર્ટ્સના આધારે શરૂની મેચમાં શુભમન ગિલને લેવા અંગે નિર્ણય લેવામાં આવશે. શુભમન ગિલનો ડેન્ગ્યુ માટેનો ટેસ્ટ પણ થઈ રહ્યો છે માટે તે અમુક મેચ નહીં રમી શકે તેમ જણાય છે. 

શુભમન ગિલ 2023માં વનડેમાં ભારતના ટોપ સ્કોરર

આ વર્ષે ટીમ ઈન્ડિયાના ખેલાડી શુભમન ગિલનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. શુભમન ગિલ 2023ના વર્ષમાં વનડેમાં ભારતના ટોપ સ્કોરર છે. ઓપનર શુભમન ગિલે 2023માં 20 વનડે મેચમાં 72.35ની સરેરાશ અને 105.03ના સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે. શુભમન ગિલની 6 વનડે સેન્ચ્યુરીમાંથી 5 સેન્ચ્યુરીઆ વર્ષની છે. 

શુભમન ગિલના બહાર થયા બાદ ખતરનાક બેટ્સમેન ઈશાન કિશનને તક આપવામાં આવે તેવી શક્યતા છે. ઈશાન કિશન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. જોકે ભારત 3 સ્પિનરો સાથે ઓસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતરે તેવી પણ શક્યતા છે. 

રોહિત શર્મા અનુભવી સ્પિનરો રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સાથે જઈ શકે છે. અક્ષર પટેલને ઈજા પહોંચ્યા બાદ રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જાડેજા અને અશ્વિન ઘણા મહિનાઓ પછી મેદાન પર સાથે જોવા મળશે. ટીમ મેનેજમેન્ટ પ્રથમ મેચમાં કયા ખેલાડીઓને તક આપે છે તે જોવું રસપ્રદ રહેશે.