David Beckhamએ ગુજરાતમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમી

ગ્લોબલ ફૂટબોલ આઈકોન ડેવિડ બેકહમ યુનિસેફના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત પહોંચ્યા હતા

Courtesy: Image: Twitter

Share:

 

David Beckham: ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ બેકહમ (David Beckham) યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર તરીકે ત્રણ દિવસની ભારતની મુલાકાતે છે. ડેવિડ બેકહમ યુનિસેફના કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત પહોંચ્યા હતા. ડેવિડ બેકહામે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપની મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતમાં બાળકો સાથે ગલી ક્રિકેટ રમી અને મૈત્રીપૂર્ણ રમતની તસવીરો પોસ્ટ કરી હતી. 

 

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં માન્ચેસ્ટર યુનાઈટેડના ભૂતપૂર્વ સ્ટારે લખ્યું, “અહીં ગુજરાત, ભારતમાં યુનિસેફ સાથે અવિશ્વસનીય રીતે ખાસ થોડા દિવસો યુનિસેફ બાળકો અને તેમના પરિવારોને સમર્થન આપવા માટે જમીન પર જે કામ કરી રહ્યું છે તે જાતે જોવું એ એક મહાન લહાવો છે. મેં અહીં જે ઉર્જા અને નવીનતા જોઈ છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે, અને મને બાળકોની વાર્તાઓ અને ભવિષ્ય માટેની તેમની આશાઓ અને સપનાઓ  સપનાઓ સાંભળવાનું ગમ્યું. જ્યારે આપણે યુવાનોને સશક્ત બનાવીએ છીએ ત્યારે તેઓ તેમના સમુદાયમાં જે પરિવર્તન લાવી શકે છે તે આપણે જોઈએ છીએ."

 

ભૂતપૂર્વ અંગ્રેજ ફૂટબોલર ડેવિડ બેકહમ (David Beckham) ટેનિસ બોલથી બાળકો સાથે ક્રિકેટ રમ્યા હતા. જેની તસવીરો વાયરલ થઈ હતી. વાયરલ થઈ રહેલી તસવીરમાં ડેવિડ બેકહમ બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે અને તેમની સાથે કેટલાક બાળકો ક્રિકેટ રમી રહ્યા છે. એક બાળક ડેવિડ બેકહમ સામે બોલિંગ કરતો જોવા મળે છે. 

 

ત્યારબાદ ડેવિડ બેકહમ (David Beckham) મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 સેમિફાઈનલ મેચ જોવા સચિન તેંડુલકર સાથે પહોંચ્યા હતા. સચિન તેંડુલકર અને ડેવિડ બેકહમ બંને યુનિસેફ સાથે સંકળાયેલા છે.

David Beckhamએ વિરાટ કોહલી સાથે મુલાકાત કરી 

ડેવિડ બેકહમ (David Beckham) સેમિફાઈનલ પહેલા મેદાન પર આવ્યા હતા અને બંને ટીમના ખેલાડીઓને મળ્યા હતા. ડેવિડ બેકહમને મળ્યા બાદ ઈશાન કિશન, મોહમ્મદ સિરાજ અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ ઘણા ખુશ દેખાતા હતા. સચિન તેંડુલકરે ડેવિડ બેકહમને ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીની મુલાકાત કરાવી હતી. વિરાટ કોહલીએ ડેવિડ બેકહમ સાથે હાથ મિલાવ્યા અને થોડીવાર તેમની સાથે વાત કરી હતી.

 

સ્ટેડિયમમાં હાજર દર્શકો બેકહમને જોઈને ખુશ થઈ ગયા અને તેના નામની બૂમો પાડવા લાગ્યા હતા. વાનખેડે સ્ટેડિયમમાં 'બેકહમ-બેકહમ'ની ગૂંજ સંભળાવા લાગી હતી. ઈંગ્લેન્ડનો આ ભૂતપૂર્વ ફૂટબોલ કેપ્ટન હાલમાં અમેરિકન ફૂટબોલ ક્લબ ઈન્ટર મિયામીનો કો-ઓનર પણ છે. 

 

અત્યાર સુધી ODI વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે ICC ODI વર્લ્ડકપમાં 49 સિક્સર ફટકારી હતી, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ 50થી વધુ સિક્સર મારીને તેનો રેકોર્ડ તોડયો હતો.