હાર્દિક પંડ્યા MI માં જશે કે GT માં જ રહેશે? થયો મોટો ખુલાસો

ગુજરાત ટાઈટન્સે શુભમન ગિલને ટીમનો નવો કેપ્ટન બનાવ્યો

Courtesy: Twitter

Share:

Hardik Pandya: વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ હવે ચાહકોની નજર આગામી વર્ષે યોજાનારી વિશ્વની સૌથી મોટી પ્રીમિયર લીગ IPL પર છે. ત્યારે ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટરે ખુલાસો કર્યો છે કે સતત 2 વર્ષથી ગુજરાત ટાઈટન્સની કપ્તાની કરતા અને વર્ષ 2022માં IPLનો ખિતાબ અપાનવાર તેમજ 2023માં ફાઈનલ સુધી લઈ જનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આગામી સિઝનમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીમાં રમતો જોવા મળશે.

ગુજરાત ટાઈટન્સના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું કે હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈચ્છતો હતો કે તે મુંબઈ ઈન્ડિયન્સમાં પાછો ફરે. ફ્રેન્ચાઈઝીએ તેના નિર્ણયનું સન્માન કરતાં તેને રિલિઝ કર્યો હતો. હાર્દિક પંડ્યાને સામેલ કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સે તેની 15 કરોડ રૂપિયાની ફી ચૂકવવી પડશે. ગુજરાત ટાઈટન્સે આ કિંમતે હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કર્યો હતો.


Hardik Pandyaએ ગુજરાત ટાઈટન્સ કેમ છોડી?

મુંબઈ ઈન્ડિયન્સે કેમેરોન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ટ્રાન્સફર કર્યો. બંને ટીમોએ સોમવારે બપોરે પ્રેસ રિલીઝ જારી કરીને હાર્દિક પંડ્યા (Hardik Pandya)ના ટ્રેડની પુષ્ટિ કરી હતી. ગુજરાત ટાઈટન્સે તેમના કેપ્ટનને જવા દેવા પાછળનું કારણ જણાવ્યું હતું. વિક્રમ સોલંકીએ કહ્યું, “ગુજરાત ટાઈટન્સના પ્રથમ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાએ ફ્રેન્ચાઇઝીને બે શાનદાર સિઝન આપવામાં મદદ કરી છે. આના પરિણામે ગુજરાત ટાઈટન્સને એક IPL ચેમ્પિયનશિપ જીતવામાં અને એક ફાઈનલમાં પ્રવેશવામાં મદદ મળી. તેણે હવે તેની મૂળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેના ભવિષ્ય માટે તેને શુભેચ્છા પાઠવીએ છીએ."


અમે હાર્દિકનું સ્વાગત કરીએ છીએ: નીતા અંબાણી 

મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની વાપસી પર નીતા અંબાણીએ કહ્યું, “અમે હાર્દિક પંડ્યાની ટીમ વાપસીનું સ્વાગત કરીએ છીએ. મુંબઈ ઈન્ડિયન્સ પરિવાર સાથે આ હાર્દિક પંડ્યાનું પુનઃમિલન છે! હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સના યુવા ખેલાડીથી લઈને ટીમ ઈન્ડિયાનો સ્ટાર બનવા સુધી ઘણી લાંબી સફર કરી છે. અમે મુંબઈ ઈન્ડિયન્સ સાથેના તેના ભવિષ્ય વિશે ઉત્સાહિત છીએ."

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારી અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યએ જણાવ્યું કે, સાંજે 5 વાગ્યા પછી હાર્દિક પંડ્યા (Hardik Pandya)નું ટ્રેડ ઓફ પૂર્ણ થઈ ગયું હતું. ડીલ હવે ઔપચારિક છે અને તે હવે મુંબઈનો ખેલાડી છે. આ તમામ એ કેશ ટ્રેડ ડીલ છે. 

શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઈટન્સનો નવો કેપ્ટન 

શુભમન ગિલ વર્ષ 2022માં ગુજરાત ટાઈટન્સમાં જોડાયો હતો. તેની કેપ્ટન તરીકેની નિમણૂક અંગે માહિતી આપતાં ગુજરાત ટાઈટન્સ ક્રિકેટના ડિરેક્ટર વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, “શુભમન ગિલ છેલ્લા બે વર્ષમાં તેની રમતને એક અલગ સ્તર પર લઈ ગયો છે. શુભમન ગિલે 2022ની સિઝનમાં ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને અમે શુભમન જેવા યુવા ખેલાડીના નેતૃત્વમાં નવી સફર શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.”