World Cup 2023: હાર્દિક પંડ્યા ઈજાને કારણે ન્યુઝીલેન્ડ સામે નહીં રમી શકે!

World Cup 2023: ભારતીય ટીમને બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તેની ઓવર પૂરી કર્યા વિના જ તે પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. […]

Share:

World Cup 2023: ભારતીય ટીમને બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને તેની ઓવર પૂરી કર્યા વિના જ તે પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રમી શકશે નહીં. BCCIએ આ જાણકારી આપી હતી. 

BCCIએ જણાવ્યું હતું કે તેના ઈજાગ્રસ્ત પગની ઘૂંટીના સ્કેન પછી, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને BCCI મેડિકલ ટીમની સતત દેખરેખ હેઠળ રહેશે. તે લખનઉમાં ફરી ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે જ્યાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.

વધુ વાંચો: PCBએ ભારતની ફરિયાદ કરી તો ટીમના હિન્દુ ક્રિકેટરે દેખાડ્યો અરીસો

આ ઈજા મેચની નવમી ઓવર દરમિયાન અને હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની પ્રથમ ઓવર દરમિયાન થઈ હતી, જ્યારે તેણે ફોલો-થ્રુ પર તેના પગ વડે બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તે સપોર્ટ સ્ટાફ સાથે મેદાનની બહાર નીકળી ગયો અને આખરે વિરાટ કોહલીએ ઓવર પૂરી કરી.

હાર્દિક પંડ્યા (Hardik Pandya) સ્કેન કરાવ્યા પછી મેદાન પર પાછો ફર્યો હતો, અને એવું માનવામાં આવે છે કે જરૂર પડ્યે તેણે બેટિંગ કરી હોત, જોકે તે જરૂરી નહોતું કારણ કે ભારતે બાંગ્લાદેશ દ્વારા નિર્ધારિત 257 રનના લક્ષ્યાંકને સરળતાથી હાંસલ કરી લીધો હતો અને મેચ સાત વિકેટે જીતી લીધી હતી.

હાર્દિક પંડ્યા ઈજાના કારણે વર્લ્ડ કપ (World Cup 2023)ની ન્યુઝીલેન્ડ સામેની મેચ નહીં રમે તો તેની જગ્યા પર કોને ટીમમાં સ્થાન મળશે? હાર્દિક પંડ્યાના સ્થાને પ્લેઈંગ 11માં ત્રણ ખેલાડીઓ મોહમ્મદ શમી, આર અશ્વિન અને સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવી શકે છે. મોહમ્મદ શમીના આગમનથી બોલિંગ મજબૂત થશે, પરંતુ બેટિંગમાં ખોટ વર્તાશે. ધર્મશાલાની પીચ સ્પિનરો માટે યોગ્ય નથી. આવી સ્થિતિમાં ભારતે બેલેન્સ બનાવવા માટે બે ફેરફાર કરવા પડશે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક આપવી પડશે અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ મોહમ્મદ શમીને તક આપવી પડશે.  

વધુ વાંચો: મેચને કારણે પુણે છાવણીમાં ફેરવાયું,1,000થી વધુ પોલીસ તૈનાત

વર્લ્ડ કપ (World Cup 2023)માં 30 વર્ષીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે 4 મેચમાં 16.3 ઓવર ફેંકી છે. 23ની એવરેજથી 5 વિકેટ લીધી છે. ઈકોનોમી 6.84ની છે. હાર્દિક પંડ્યાએ 86 ODIમાં 84 વિકેટ લીધી છે. 

વર્લ્ડ કપ (World Cup 2023)માં અત્યાર સુધી અપરાજિત ભારતનો મુકાબલો 22 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ટેબલ ટોપર ન્યુઝીલેન્ડ સામે થશે. તેઓ લખનઉના એકાના સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા તેમને છ દિવસનો બ્રેક મળ્યો છે.