ચોથી T20માં શાનદાર જીત મેળવવા છતાં ભારતીય બેટ્સમેનોને હાર્દિક પંડ્યાનો કડક સંદેશ

ટીમ ઈન્ડિયાએ શનિવારે લોડરહિલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ T20 સિરીઝમાં વાપસી કરી હતી અને બે જોરદાર જીત સાથે સિરીઝ 2-2થી બરાબર થઈ છતાં પણ હાર્દિક પંડ્યા ખુશ ન હતા. મેચમાં 179 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ઓપનર શુભમન ગીલે 77 રન અને યશસ્વી જયસ્વાલે 84 રન ફટકારી 165 […]

Share:

ટીમ ઈન્ડિયાએ શનિવારે લોડરહિલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ T20 સિરીઝમાં વાપસી કરી હતી અને બે જોરદાર જીત સાથે સિરીઝ 2-2થી બરાબર થઈ છતાં પણ હાર્દિક પંડ્યા ખુશ ન હતા. મેચમાં 179 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ઓપનર શુભમન ગીલે 77 રન અને યશસ્વી જયસ્વાલે 84 રન ફટકારી 165 રનની ભાગીદારી નોંધાવી હતી. અગાઉ ભારતીય બોલર, અર્શદીપ સિંહે 38 રન આપીને 3 વિકેટ મેળવી હતી, જયારે કુલદીપ યાદવે 26 રન આપીને 2 વિકેટ ચટકાવી હતી. 

જીત બાદ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ સ્ટાર ઓપનિંગ જોડીની પ્રશંસા કરી હતી પરંતુ તેમને બાકીના બેટ્સમેનોને કડક ચેતવણી પણ આપી હતી. પહેલી અને બીજી T20માં ટીમ ઈન્ડિયાનું બેટિંગમાં પ્રદર્શન સારું રહ્યું ન હતું અને હાર્દિક પંડ્યા હજુ સુધી તેને ભૂલ્યા નહતા.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે બેટિંગ યુનિટે આગળ જતાં વધુ જવાબદારીઓ વહેંચવી જોઈએ. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી હતી. તેમની કુશળતા પર કોઈ શંકા નથી. તેઓએ માત્ર વિકેટ વચ્ચે થોડો સમય પસાર કરવાની જરૂર હતી.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, “આગળ જઈને આપણે બેટિંગ ગ્રુપ તરીકે વધુ જવાબદારી લેવી પડશે અને બોલરોને સમર્થન આપવું પડશે. હું હંમેશા માનું છું કે બોલરો મેચ જીતે છે.” હાર્દિક પંડ્યાએ તેની ટીમની હિંમતની પણ પ્રશંસા કરી જેણે તેમને T20 સિરીઝમાં પુનરાગમન કરવાની મંજૂરી આપી.

અમે બે મેચ હારી હતી પરંતુ તે પ્રથમ મેચમાં અમારી પોતાની ભૂલો હતી. અમે જીતવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને અમે છેલ્લી ચાર ઓવરમાં હારી ગયા. 

હાર્દિક પંડ્યાએ જણાવ્યું, “અમારી ટીમે આ હારને ગંભીરતાથી લીધી. અમે જે બે મેચ રમ્યા (પ્રથમ બે હાર પછી) તે દર્શાવે છે કે અમે સખત મહેનત કરી અને સારું ક્રિકેટ રમ્યા.”

યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે મેં ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરી હતી. T20માં યશસ્વી જયસ્વાલની આ પ્રથમ અડધી સદી હતી. તેણે આ પ્રવાસ પર વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં સદી પણ ફટકારી હતી.

આ જ સ્થળે આજે પાંચમી અને અંતિમ T20 મેચ રમાશે. જેના પછી T20 ટીમ હાર્દિક પંડ્યા વિના ત્રણ T20 મેચમાં આયર્લેન્ડ સામે ટકરાશે. આ સિરીઝમાં સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત જસપ્રીત બુમરાહની ભારતીય ટીમમાં વાપસી થશે.