ind vs pak world cup 2023 પહેલા શુભમન ગિલને ICCએ આપ્યો એક ખાસ એવોર્ડ

ind vs pak world cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર શુભમન ગિલ (Shubman Gill) હજુ સુધી એક પણ મેચ નથી રમી શક્યો. જોકે ડેન્ગ્યુના કારણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ 2 મેચ દરમિયાન મેદાનમાં ન ઉતરી શકેલા શુભમન ગિલ ICCનો એક ખાસ એવોર્ડ જીતવામાં સફળ રહ્યા […]

Share:

ind vs pak world cup 2023: ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ટીમ ઈન્ડિયાનો યુવા ઓપનર શુભમન ગિલ (Shubman Gill) હજુ સુધી એક પણ મેચ નથી રમી શક્યો. જોકે ડેન્ગ્યુના કારણે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી પ્રથમ 2 મેચ દરમિયાન મેદાનમાં ન ઉતરી શકેલા શુભમન ગિલ ICCનો એક ખાસ એવોર્ડ જીતવામાં સફળ રહ્યા છે. ઉપરાંત શુભમન ગિલ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ 2023 (ind vs pak world cup 2023) માટે મેદાનમાં ઉતરવા તૈયાર છે. મેચ શરૂ થવાના ગણતરીના કલાક પહેલાં ગિલનું નામ ફાઈનલ થયું છે.

ICCએ આપ્યો ખાસ એવોર્ડ

શુભમન ગિલ (Shubman Gill) 1230 રન અને 5 સેન્ચ્યુરી સાથે 2023 દરમિયાન વનડેમાં સૌથી વધારે રન બનાવનારો ખેલાડી છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન શુભમન ગિલ હજુ સુધી એક પણ મેચ નથી રમી શક્યો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં દમદાર પ્રદર્શનના કારણે તેની ICC પ્લેયર ઓફ ધ મંથ ( ICC Player of Month) તરીકે પસંદગી કરવામાં આવી છે. 

ind vs pak world cup 2023 પહેલા એવોર્ડ

શુભમન ગિલને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારા ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ 2023 (ind vs pak world cup 2023) પહેલા જ આ ખાસ એવોર્ડ એનાયત થયો છે. આ સાથે જ શુભમન ગિલ પ્રથમ એવો ભારતીય ક્રિકેટર બન્યો છે જેણે 2 વખત ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ પોતાના નામે કર્યો છે. 

વધુ વાંચો: 1.30 લાખ જેટલા પ્રેક્ષકોને પાણી ફ્રીમાં આપવામાં આવશે

પાકિસ્તાન સામેની મેચમાં શુભમન ગિલની એન્ટ્રી

શુભમન ગિલ (Shubman Gill) પહેલા ભારત તરફથી ઋષભ પંત, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, શ્રેયસ ઐયર, વિરાટ કોહલીને આ ખાસ એવોર્ડ મળેલો છે. વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા શુભમન ગિલને ડેન્ગ્યુ થઈ ગયો હતો. આ કારણે તે ભારત તરફથી પ્રથમ 2 મેચ નહોતો રમી શક્યો. ગિલ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ XIનો હિસ્સો નહોતો પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં તે વાપસી કરશે.

જોકે મેચની પૂર્વ સંધ્યાએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગિલની હેલ્થ અંગે મહત્વનું અપડેટ આપ્યું હતું. રોહિત શર્માએ શુભમન ગિલ 99% પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાં ઉતરશે તેમ જણાવ્યું હતું. જોકે સાથે જ શનિવારે ચોક્કસ નિર્ણય લેવાશે તેમ પણ કહ્યું હતું. 

ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે પસંદગી બાદ શુભમન ગિલે કહ્યું હતું કે, “સપ્ટેમ્બર મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતીને મને આનંદ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને ટીમના હિતમાં યોગદાન આપવું એ એક મોટું સૌભાગ્ય છે. આ એવોર્ડ મને ઉત્કૃષ્ટતાની તલાશ ચાલુ રાખવા અને દેશને ગૌરવાન્વિત કરવા પ્રેરિત કરશે.”

વધુ વાંચો: આ રીતે ફોનમાં બિલકુલ ફ્રીમાં માણો ભારત-પાકિસ્તાન મેચની લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ