ICC Test Ranking: વિરાટ કોહલી ટોપ-10માં પાછો ફર્યો, રોહિત શર્માને થયું નુકસાન

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 38 અને 76 રનની ઈનિંગના કારણે વિરાટ કોહલીની રેન્કિંગમાં સુધારો થયો છે.

Share:

હાઈલાઇટ્સ

  • ટેસ્ટ બેટ્સમેનોની તાજેતરની ICC રેન્કિંગમાં વિરાટ કોહલી ટોપ-10માં પાછો ફર્યો

પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-10માં પાછો ફર્યો છે. તે ચાર સ્થાનની છલાંગ લગાવીને 9મા સ્થાને પહોંચી ગયો છે. માર્ચ 2022 બાદ વિરાટ કોહલી ટોપ-10માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તે ટોપ-10માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. જ્યારે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ચાર સ્થાન નીચે આવી ગયો છે.

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 38 અને 76 રનની ઈનિંગના કારણે વિરાટ કોહલીની રેન્કિંગમાં સુધારો થયો છે. બોક્સિંગ ડે ટેસ્ટમાં કોહલી ઉપરાંત કેએલ રાહુલના બેટમાંથી રન બનાવ્યા હતા. જો કે, ભારત આ મેચ ઇનિંગ અને 32 રને હારી ગયું હતું.

કેપ્ટન રોહિત શર્મા ટોપ-15માં પહોંચ્યો
બીજી તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્માને ચાર સ્થાનનું નુકસાન થયું છે. તે 10મા સ્થાનેથી ચાર સ્થાન નીચે 14મા સ્થાને આવી ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રોહિતે બંને દાવમાં કુલ 5 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં તે 5 રનમાં આઉટ થયો હતો અને બીજી ઇનિંગમાં તે શૂન્ય પર આઉટ થયો હતો. આફ્રિકન ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ તેને બંને વખત આઉટ કર્યો હતો. 

રિષભ પંત 12માં સ્થાને
જ્યારે ઇજાગ્રસ્ત ઋષભ પંત રોહિત બાદ ટોપ-15માં સ્થાન મેળવનાર બીજો ભારતીય બેટ્સમેન છે. એક વર્ષથી મેદાનથી દૂર રહેલા ભારતીય વિકેટકીપર બેટ્સમેન 12માં સ્થાને છે.

કેન વિલિયમસન ટોપ પર
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચ પર છે. ઈંગ્લેન્ડનો જો રૂટ બીજા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ ચોથા સ્થાને છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઉસ્માન ખ્વાજા પાંચમા સ્થાને પહોંચી ગયો છે.