World Cup 2023: ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી

World Cup 2023: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામેની મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે 128 બોલમાં 201 રનની અણનમ ઈનિંગ રમી હતી. ગ્લેન મેક્સવેલની અણનમ બેવડી સેન્ચુરીના કારણે ઓસ્ટ્રેલિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ICC વર્લ્ડ કપ મેચ (World Cup 2023)માં અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમે […]

Share:

World Cup 2023: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામેની મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે 128 બોલમાં 201 રનની અણનમ ઈનિંગ રમી હતી. ગ્લેન મેક્સવેલની અણનમ બેવડી સેન્ચુરીના કારણે ઓસ્ટ્રેલિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ICC વર્લ્ડ કપ મેચ (World Cup 2023)માં અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું.

અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાને 291 રન બનાવ્યા. ઓપનર ઈબ્રાહિમ ઝદરાને 129 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે રાશિદ ખાને 15 બોલમાં 35 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે એક તબક્કે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ગ્લેન મેક્સવેલે તાબડતોબ બેટિંગ કરીને વર્લ્ડ કપ (World Cup 2023)માં બેવડી સેન્ચુરી ફટકારીને 46.5 ઓવરમાં ટાર્ગેટ હાંસલ કર્યો હતો. આ જીત સાથે કાંગારૂની ટીમ 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે યથાવત છે.

અફઘાનિસ્તાનની ટીમે આપેલા 292 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ ટ્રેવિસ હેડ 0 રનમાં આઉટ થઈ ગયો હતો. જે બાદ ગ્લેન મેક્સવેલ સિવાય એક પણ ખેલાડી અફઘાની બોલરો સામે ટકી શક્યા નહોતા. ગ્લેન મેક્સવેલે આક્રમક બેટિંગ કરીને વર્લ્ડ કપ (World Cup 2023)ની મેચમાં બેવડી સદી ફટકારી હતી.

વધુ વાંચો:  ભારતીય મહિલા હોકી ટીમે ફાઇનલમાં જાપાનને હરાવીને 4-0થી ગોલ્ડ મેડલ જીત્યો

ઓસ્ટ્રેલિયાની ટીમે એક તબક્કે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ મેક્સવેલ અને કેપ્ટન પેટ કમિન્સ વચ્ચે આઠમી વિકેટ માટે 202 રનની ભાગીદારી થઈ હતી. જેમાં કમિન્સએ માત્ર 12 રનનું યોગદાન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયા World Cup 2023ની સેમીફાઈનલ માટે ક્વોલિફાય થયું 

ગ્લેન મેક્સવેલે 128 બોલમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગાની મદદથી અણનમ 201 રન બનાવ્યા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયા તરફથી ડબલ સેન્ચુરી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ (World Cup 2023)ની સેમિફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. 

અફઘાની બોલરો સામે કાંગારૂની ટીમ ઘૂંટણિયે પડી ગઈ હતી. બીજી ઓવરમાં જ નવીન ઉલ હકને પેવેલિયન ભેગો કર્યો હતો. અઝમતુલ્લા ઓમરઝાઈ, રાશિદ ખાન અને નવીન ઉલ હકને બે-બે સફળતા મળી હતી. 

વધુ વાંચો:  146 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, એન્જેલો મેથ્યુઝ ‘ટાઈમઆઉટ’ થયો

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને બે જીવનદાન મળ્યા. અફઘાન ફિલ્ડરોએ 21મી અને 22મી ઓવરમાં તેના બે કેચ છોડયા હતા. 21મી ઓવરમાં કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ રાશિદ ખાનના બોલ પર મેક્સવેલનો કેચ છોડયો હતો. જ્યારે બીજો કેચ છૂટ્યો ત્યારે મેક્સવેલ 33 રનના સ્કોર પર રમી રહ્યો હતો. આ બંને કેચ ડ્રોપ્સ અફઘાનિસ્તાનની ટીમ માટે મોંઘા સાબિત થયા.