World Cup 2023: વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોએ ‘સારા સારા’ના નારા લગાવતા વિરાટ કોહલીએ કર્યો આ ઈશારો 

World Cup 2023: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં તેની સાતમી મેચમાં શ્રીલંકાને 302 રને હરાવીને વર્લ્ડ કપ (World Cup 2023)ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મેચ દરમિયાન ક્રિકેટ ફેન્સ સારા-સારાના નારા લગાવી રહ્યા હતા. પરંતુ વિરાટ કોહલીએ ઈશારો કરીને શુભમન ગિલને ચિયર કરવા કહ્યું હતું.  […]

Share:

World Cup 2023: ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં તેની સાતમી મેચમાં શ્રીલંકાને 302 રને હરાવીને વર્લ્ડ કપ (World Cup 2023)ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મેચ દરમિયાન ક્રિકેટ ફેન્સ સારા-સારાના નારા લગાવી રહ્યા હતા. પરંતુ વિરાટ કોહલીએ ઈશારો કરીને શુભમન ગિલને ચિયર કરવા કહ્યું હતું. 

World Cup 2023ની મેચમાં દર્શકોએ લગાવ્યા ‘સારા-સારા’ના નારા 

શુભમન ગિલ અને સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરના રિલેશનની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકાની વચ્ચેની વર્લ્ડ કપ મેચ (World Cup 2023)માં દરમિયાન જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ બોલિંગ કરવા ઉતર્યા ત્યારે દર્શકોએ ‘સારા-સારા’ના નારા લગાવવા લાગ્યા હતા. તેના પર વિરાટ કોહલીએ દર્શકોને ઈશારો કરીને ‘સારા-સારા’ના નારાને બદલે ‘શુભમન-શુભમન’ના નારા લગાવવાનું કહ્યું. ત્યારબાદ દર્શકોએ ‘શુભમન-શુભમન’ના નારા લગાવવા લાગ્યા હતા.

ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ પોતાની વિકેટ વહેલી તકે ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલે કમાન સંભાળી હતી. શુભમન ગિલ વર્લ્ડ કપ (World Cup 2023)માં તેની પ્રથમ સદી ફટકારવાની નજીક હતો ત્યારે તે ખરાબ શોટનો શિકાર બન્યો હતો. જે બાદ સારા તેંડુલકરનું રીએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.

વધુ વાંચો: શ્રીલંકાને રેકોર્ડ 302 રનથી હરાવીને ભારતે સેમીફાઈનલમાં એન્ટ્રી મારી

શુભમન ગિલે 92 બોલમાં 92 રનની ઈનિંગ પૂરી કરી હતી. આ ઈનિંગમાં 11 ફોર અને 2 શાનદાર સિક્સ પણ જોવા મળી હતી. શુભમન ગિલના રન બનાવતાની સાથે જ સ્ટેડિયમમાં હાજર સારા તેંડુલકર જોરથી તાળીઓ પાડતી જોવા મળી હતી. પરંતુ શુભમન ગિલ તેની સેન્ચુરીથી માત્ર 8 રન દૂર હતો. શુભમન ગિલ પોતાની સદી ચૂકી જતા સારાએ પ્રતિક્રિયા આપી હતી. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, બાદમાં સારા તેંડુલકરે પણ ઉભા થઈને તેની શાનદાર ઈનિંગને બિરદાવી હતી.  

શુભમન ગિલ અને સારા તેંડુલકર તાજેતરમાં સાથે જોવા મળ્યા હતા. મેચ પહેલા શુભમન ગિલ અને સારા તેંડુલકર મુંબઈમાં ‘Jio વર્લ્ડ પ્લાઝા’ના લોન્ચિંગ દરમિયાન સાથે જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા તેંડુલકર અને શુભમન ગિલ જિયો વર્લ્ડ પ્લાઝામાં ઈવેન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, પરંતુ કેમેરામેનને જોઈને બંને ત્યાં જ રોકાઈ ગયા અને અલગ-અલગ બહાર આવ્યા હતા.

વધુ વાંચો: Hardik Pandyaના રમવાને લઈને સામે આવી અપડેટ

વર્લ્ડ કપ (World Cup 2023)માં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 357 રન બનાવ્યા હતા. પરંતુ શ્રીલંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે.