IND vs AFG: ભારતીય ટીમ સામે ઘૂંટણીયે બેઠું અફઘાનિસ્તાન, ભારતનો ભવ્ય વિજય!

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતીય ફેન્સને પોતાની ટીમ પાસેથી એવું જ પ્રદર્શન જોવા મળ્યું કે જેની આશાઓ લઈને તેઓ આવ્યા હતા. ખાસ કરરીને ફેન્સને વિરાટ કોહલીની વાપસી અને તેમના કેટલાક ધમાકેદાર શોટ્સ જોવા મળ્યા.

Share:

હાઈલાઇટ્સ

  • કોહલીએ પણ ફેન્સને નિરાશ ન કર્યા અને તેજીથી બેટીંગ કરીને ફેન્સને જલસો કરાવ્યો. 
  • ટીમ ઈન્ડિયાની જીતનો પાયો પ્રથમ ઈનિંગમાં અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે નાંખ્યો હતો

આજે ઈન્દોરમાં ભારત અને અફઘાનીસ્તાન વચ્ચે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતને જીત મળી છે. સતત બીજી મેચમાં શિવમ દૂબેના વિસ્ફોટક અર્ધશતકના દમ પર ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જોરદાર જીત મેળવીને સીરીઝ પોતાના નામે કરી લીધી છે. દુબે સિવાય યશસ્વી જયસ્વાલે પણ ટીમમાં વાપસી કરીને જોરદાર ફિફ્ટી લગાવી હતી. આ સિવાય 14 મહિના બાદ ઈન્ટરનેશનલ ટી-20 મેચ રમી રહેલા વિરાટ કોહલીએ પણ સારી બેટીંગ કરી હતી. 

ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ભારતીય ફેન્સને પોતાની ટીમ પાસેથી એવું જ પ્રદર્શન જોવા મળ્યું કે જેની આશાઓ લઈને તેઓ આવ્યા હતા. ખાસ કરરીને ફેન્સને વિરાટ કોહલીની વાપસી અને તેમના કેટલાક ધમાકેદાર શોટ્સ જોવા મળ્યા. આખી મેચ દરમિયાન કેટલીય વાર દર્શકોએ કોહલી-કોહલીના નારા લગાવ્યા. આખરે વિરાટ 14 મહિના બાદ ટી-20 ટીમમાં પરત ફર્યો છે. કોહલીએ પણ ફેન્સને નિરાશ ન કર્યા અને તેજીથી બેટીંગ કરીને ફેન્સને જલસો કરાવ્યો. 

જો કે, ટીમ ઈન્ડિયાની જીતનો પાયો પ્રથમ ઈનિંગમાં અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે નાંખ્યો હતો. અફઘાનિસ્તાને તેજ બેટીંગનો પ્રયત્ન કર્યો પરંતુ ટોપ ઓર્ડરમાં ગુલબદીન નઈબને છોડીને કોઈપણ બેટ્સમેન ભારતીય બોલર્સ સામે ટકી ન શક્યો. બધા જ લોકોને ચોંકાવતા ત્રીજા નંબર પર પ્રમોટ થયેલા ઓલરાઉન્ડર ગુલબદીને ભારતીય બોલર્સ વિરૂદ્ધ એટેકિંગ પારી રમી હતી. માત્ર 28 બોલમાં 50 રન બનાવ્યા હતા. બાદમાં અક્ષર પટેલે 12મી ઓવરમાં નઈબને આઉટ કરીને ભારતને રાહત અપાવી હતી.