IND vs AUS: જાણો ક્યારે થશે T20 સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના નામની જાહેરાત

વનડે વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 5 T20 મેચની સીરિઝ રમશે, 1 ડિસેમ્બરે રાયપુરમાં થશે મુકાબલો

Courtesy: Image: Twitter

Share:

 

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચની T20 શ્રેણી શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે ત્યારે ભારતની ટીમ હજુ સુધી અજ્ઞાત છે. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાશે. BCCIની પસંદગી સમિતિએ વર્લ્ડ કપને મહત્વ આપીને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણી માટે હાલ ભારતીય ટીમની જાહેરાત ન કરવાનું નક્કી કર્યું છે. 

IND vs AUSની સ્ક્વોડમાં કોણ હશે તે રહસ્ય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલા બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે. સૂર્ય કુમાર યાદવને આરામ આપવા અને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા ઘાયલ હોવાથી એશિયન ગેમ્સ 2023માં ભારતને ગોલ્ડ મેડલ જીતાડનારા ઋતુરાજ ગાયકવાડનું નામ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેની T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે આગળ છે. 

 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 સીરિઝ માટે ઋતુરાજ ગાયકવાડની સાથે યશસ્વી જયસ્વાલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સૈમસન સહિતના ભારતની એશિયન ગેમ્સ 2023 સ્ક્વોડના સદસ્યો ટીમ બનાવે તેવી શક્યતા છે. 

 

વનડે વર્લ્ડ કપ 2023ના ફાઈનલ મુકાબલા બાદ રાહુલ દ્રવિડને બ્રેક આપવામાં આવે તેવી શક્યતા છે જેથી નેશનલ ક્રિકેટ એકેડમીના પ્રમુખ વીવીએસ લક્ષ્મણ ટીમ ઈન્ડિયા સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની T20 શ્રેણી માટે હેડ કોચ તરીકે પ્રવાસ કરી શકે છે. 

ટીમ ઈન્ડિયા માટેની ધારણા

23 નવેમ્બરના રોજ વિઝાગ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સીરિઝનો પ્રથમ મુકાબલો રમાશે જ્યારે 3 ડિસેમ્બરના રોજ ચેન્નાઈમાં અંતિમ મુકાબલો રમાશે. આ માટે ટીમ ઈન્ડિયામાં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રિંકુ સિંહ, સૂર્યા કુમાર યાદવ, તિલક વર્મા, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યઝુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહને સામેલ કરવામાં આવશે તેવી ધારણા છે. 

મુકાબલાના મેદાન બદલાયા

ચૂંટણીના કારણે હૈદરાબાદ ખાતે રમાનારો સીરિઝનો અંતિમ મુકાબલો બેંગલુરૂ શિફ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચેના T20 સીરિઝના અન્ય એક મુકાબલાનું મેદાન બદલવામાં આવ્યું છે. 

 

હવે રાયપુરને ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝના ચોથા મુકાબલાનું યજમાનપદ મળ્યું છે. અગાઉ આ મુકાબલો 1 ડિસેમ્બરે નાગપુર ખાતે રમાવાનો હતો. ત્યારે હવે તેને રાયપુરના શહીદ વીર નારાયણ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. 

સમગ્ર શિડ્યુઅલ

- પહેલી  T20 - 23 નવેમ્બરે વિશાખાપટ્ટનમ ખાતે

- બીજી  T20 - 26 નવેમ્બરે તિરૂવનંતપુરમ ખાતે

- ત્રીજી  T20 - 28 નવેમ્બરે ગુવાહાટી ખાતે

- ચોથી  T20 - 1 ડિસેમ્બરે રાયપુર ખાતે

- પાંચમી  T20 - 3 ડિસેમ્બરે બેંગલુરૂ ખાતે