IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી T20 મેચ ગુવાહાટીમાં રમાશે

ભારતીય ટીમે શરૂઆતની 2 મેચ જીતીને સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે

Courtesy: Twitter

Share:

IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે (IND vs AUS) આજે 5 મેચોની T20I સિરીઝની ત્રીજી મેચ રમાનાર છે. આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:00 વાગ્યે શરૂ થવાની છે. ભારતીય ટીમે શરૂઆતની 2 મેચ જીતીને સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમની નજર આજની મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝ પોતાના નામે કરવા પર રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ આજની મેચ જીતીને પોતાને સિરીઝમાં જીવંત રાખવા માંગશે.


બેટ્સમેનોને વધુ મદદ મળે છે ગુવાહાટીમાં

ગુવાહાટીના બરસાપરા સ્ટેડિયમમાં અત્યાર સુધી માત્ર 3 T20I મેચો રમાઈ છે. અહીંયાની પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે. ગુવાહાટીની પિચ પર બોલર્સને બાઉન્સ અને પેસ મળે છે. આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. આ મેદાન પર હાઈસ્કોર 237 રનનો છે. જે ભારતે સાઉથ આફ્રિકા સામે વર્ષ 2022માં બનાવ્યો હતો. 

સપાટ પીચ અને ઝડપી આઉટફિલ્ડ મેદાન પર મોટા સ્કોર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અહીં માત્ર ઉચ્ચ સ્કોરિંગ મેચોની અપેક્ષા રાખી શકાય છે. અહીં ઝડપી બોલરોને સીમ અને સ્વિંગમાં વધુ મદદ મળતી નથી, જ્યારે સ્પિનરોને ટર્ન મળે છે. ટીમ ઈન્ડિયાએ સિરીઝની શરૂઆતથી જ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બીજી મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવીને એકતરફી જીત નોંધાવી હતી.  

 

IND vs AUS બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી

આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે (IND vs AUS) સિરીઝની બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટે 235 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 191 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી માર્ક સ્ટોઈનિસે 45 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે ટીમને મદદ કરી શક્યો ન હતો. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી હતી.

 


છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાશે

તે જ સમયે, ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા (IND vs AUS)ને 2 વિકેટથી હરાવ્યું હતું. જો કે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુહાટીમાં શ્રેણી જીતવા ઈચ્છશે. આ સિરીઝની ચોથી મેચ રાયપુરમાં 1લી ડિસેમ્બરે રમાશે. જ્યારે સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાશે.

જો ભારતીય ટીમ ગુવાહાટીમાં (IND vs AUS) મેચ જીતે છે તો ટી-20 ફોર્મેટમાં આ તેની 136મી જીત હશે. આ રીતે ટીમ ઈન્ડિયા પાસે પાકિસ્તાનને પાછળ છોડવાની સારી તક છે. ન્યૂઝીલેન્ડ સૌથી વધુ T20 મેચ જીતવાના મામલે ત્રીજા સ્થાને છે. તેણે 200 ટી-20 મેચમાંથી 102 જીતી છે.