IND vs ENG: ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા રવિવારના રોજ યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ (IND vs ENG)માંથી બહાર થઈ ગયા છે. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે ઈંગ્લેન્ડ સામેની મેચની પૂર્વ સંધ્યાએ આ વાતની પુષ્ટી કરી હતી. વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં વિજય રથ પર સવાર ટીમ ઈન્ડિયા માટે રવિવારની મેચ ખૂબ મહત્વની છે.
લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રસાકસીભરી મેચ જામશે. ત્યારે આ મેચ માટે ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કરે તેવી શક્યતા છે. ઈજાના કારણે હાર્દિક પંડ્યા નહીં રમે ત્યારે રવિચંદ્રન અશ્વિનને મુકાબલા માટે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
વધુ વાંચો… Asian Para Gamesમાં111 મેડલ્સ જીતીને ભારતીય પેરા એથલીટ્સે સર્જ્યો ઈતિહાસ
ટીમ ઈન્ડિયા હાલ પોઈન્ટ્સ ટેબલ પર બીજા ક્રમે છે અને તેણે પોતાની તમામ મેચ જીતી લીધી છે. જોકે વર્લ્ડ કપ 2023 (World Cup 2023)માં ઈંગ્લેન્ડ સામે જીતવું સરળ નહીં હોય.
ટીમ ઈન્ડિયા ટોપ બેટિંગ ઓર્ડરમાં કોઈ ફેરફાર નહીં કરે. રોહિત શર્મા સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે. વિરાટ કોહલી નંબર 3 પર અને શ્રેયસ ઐયર નંબર 4 પર બેટિંગ કરે તેવી શક્યતા છે. કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવે તેવી પણ શક્યતા છે. ઈજાના કારણે પંડ્યા આ મુકાબલામાં નહીં રમી શકે અને તે ન્યૂઝીલેન્ડ સામેની મેચ પણ નહોતો રમી શક્યો.
ત્યારે લખનૌ ખાતે રમાનારી ભારત-ઈંગ્લેન્ડ (IND vs ENG) મેચમાં ટીમ ઈન્ડિયા અશ્વિનને તક આપે તેવી શક્યતા છે. અશ્વિન એક અનુભવી ઓલરાઉન્ડર છે અને સ્પિન બોલિંગમાં સફળ પણ છે.
ભારતે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવને તક આપી હતી. જોકે તે માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો પણ તેને ઈંગ્લેન્ડ સામે ફરી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. તે મેચમાં મોહમ્મદ શમી પણ રમ્યો હતો અને તેણે 5 વિકેટ ઝાટકી હતી. કપ 2023 (World Cup 2023)ના પોઈન્ટ્સ ટેબલમાં ઈંગ્લેન્ડની ટીમ સૌથી નીચે છે. તેણે 5માંથી માત્ર 1 જ મેચ જીતી છે.
રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન/મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી
ડેવિડ માલન, જોની બેયરસ્ટો, જો રૂટ, બેન સ્ટોક્સ, જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન/હૈરી બ્રૂક, મોઈન અલી, સૈમ કુરેન, ડેવિડ વિલી, આદિલ રાશિદ, માર્ક વુડ