ind vs pak 2023: 11 વર્ષ બાદ પાકિસ્તાનની ટીમનું અમદાવાદમાં આગમન, એરપોર્ટ અને હોટલમાં કરાયું ભવ્ય સ્વાગત

ind vs pak 2023: ભારત-પાકિસ્તાન (ind vs pak 2023)ની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમવાની છે. પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ ખાતે પહોંચી ચુકી છે. 11 વર્ષ બાદ પાકિસ્તનની ટીમનું અમદાવાદમાં આગમન થયું છે. પાકિસ્તાનની ટીમ આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં રોકાણ કરશે. પાકિસ્તાનની ટીમનું એરપોર્ટ અને હોટલમાં ભવ્ય સ્વાગત […]

Share:

ind vs pak 2023: ભારત-પાકિસ્તાન (ind vs pak 2023)ની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં રમવાની છે. પાકિસ્તાનની ટીમ બુધવારે અમદાવાદ ખાતે પહોંચી ચુકી છે. 11 વર્ષ બાદ પાકિસ્તનની ટીમનું અમદાવાદમાં આગમન થયું છે. પાકિસ્તાનની ટીમ આશ્રમ રોડ પર આવેલી હોટલ હયાતમાં રોકાણ કરશે. પાકિસ્તાનની ટીમનું એરપોર્ટ અને હોટલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીય ટીમ શુક્રવારે અમદાવાદ પહોંચશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં એક લાખથી વધુ દર્શક હાજર રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1.30 લાખ દર્શકોની ક્ષમતા ધરાવે છે અને તમામ ટિકીટ વેચાઈ ચુકી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં વિવાદાસ્પદ બેનર લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવશે. દર્શકોના તમામ બેનર અને પોસ્ટરની તપાસ કરવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાય. શાહપુર, દરિયાપુર અને જમાલપુર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ તૈનાત કરવામાં આવશે. 

અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે આ મેચને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ (ind vs pak 2023) દરમિયાન ગુજરાત પોલીસ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF) અને હોમગાર્ડ્સ જેવી વિવિધ એજન્સીઓના 11,000 થી વધુ જવાનોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. 

વધુ વાંચો: શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પાકિસ્તાન સામે રમવાની શક્યતા ઓછી

પાકિસ્તાનની ટીમના આગમનને પગલે સુરક્ષાં કડક કરાઈ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના DGP, પોલીસ કમિશનર જીએસ મલિક અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા યોજનાની સમીક્ષા કરવા અને મુશ્કેલી મુક્ત કાર્યક્રમની ખાતરી કરવા માટે મુલાકાત કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ જરૂરી પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પાકિસ્તાનના વડા ઝકા અશરફ મેચ જોવા આવશે

ODI વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થઈ હતી. ભારતે શરૂઆતની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી કારમી હાર આપી હતી જ્યારે પાકિસ્તાને પ્રથમ બે મેચમાં નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું હતું. પરંતુ ક્રિકેટ ચાહકો ભારત-પાકિસ્તાન (ind vs pak 2023)ની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે 14 ઓક્ટોબરના રોજ રમાવવાની છે.

આ મેચમાં બંને દેશોના અનેક મહાનુભાવો ભાગ લેશે. પાકિસ્તાનના વડા ઝકા અશરફે પણ પુષ્ટિ કરી હતી કે તેઓ અમદાવાદમાં ભારત-પાકિસ્તાન (ind vs pak 2023) વચ્ચેની મેચમાં હાજરી આપશે.

વધુ વાંચો: રાહુલ દ્રવિડે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતવામાં પ્રબળ દાવેદાર ગણાવી

ઝકા અશરફે કહ્યું, “મેં ભારતની મારી મુસાફરીમાં વિલંબ કર્યો છે અને પાકિસ્તાનના પત્રકારોને આ મેગા ઈવેન્ટને કવર કરવા માટે વિઝા મેળવવા માટે તેમના પાસપોર્ટ સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હોવાની પુષ્ટિ મળ્યા પછી હું આવતીકાલે મુસાફરી કરી રહ્યો છું.” 

ઝકા અશરફે વધુમાં કહ્યું, “વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમે જે રીતે અત્યાર સુધીની બંને મેચો જીતી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું. PCB મેનેજમેન્ટ કમિટી અને પાકિસ્તાન ચાલી રહેલા વર્લ્ડ કપમાં સફળ અભિયાન માટે ખેલાડીઓની સાથે મજબૂત રીતે ઉભો છે.”