Ind vs Pak: ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું, એશિયા કપના સુપર 4 મુકાબલામાં 228 રનથી આપી માત

ભારતીય ટીમે સોમવારના રોજ વરસાદના વિઘ્નથી પ્રભાવિત એશિયા કપના સુપર 4 મુકાબલામાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. આ વિજય સાથે જ ભારતીય ટીમે પ્રથમ વખત ચાલુ ટુર્નામેન્ટમાં કોઈ ટીમને આખી મેચ રમ્યા બાદ હરાવ્યું છે. ભારતીય ટીમના પાછલા મુકાબલાઓમાં વરસાદના કારણે મેચ પૂરી નહોતી થઈ શકી.  પાકિસ્તાન સામેના લીગ મુકાબલામાં વરસાદના કારણે મેચ રદ્દ થઈ […]

Share:

ભારતીય ટીમે સોમવારના રોજ વરસાદના વિઘ્નથી પ્રભાવિત એશિયા કપના સુપર 4 મુકાબલામાં પાકિસ્તાનને 228 રનથી હરાવ્યું હતું. આ વિજય સાથે જ ભારતીય ટીમે પ્રથમ વખત ચાલુ ટુર્નામેન્ટમાં કોઈ ટીમને આખી મેચ રમ્યા બાદ હરાવ્યું છે. ભારતીય ટીમના પાછલા મુકાબલાઓમાં વરસાદના કારણે મેચ પૂરી નહોતી થઈ શકી. 

પાકિસ્તાન સામેના લીગ મુકાબલામાં વરસાદના કારણે મેચ રદ્દ થઈ હતી તથા ડકવર્થ લુઈસ નિયમથી ભારતીય ટીમે નેપાળને હરાવ્યું હતું. ભારતીય ટીમે રવિવારના રોજ પાકિસ્તાન સામેની ઈનિંગની શરૂઆત કરી હતી. રવિવારે ભારતીય ટીમે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. 

ત્યાર બાદ વરસાદના કારણે મેચ શરૂ નહોતી થઈ શકી અમ્પાયર્સે રિઝર્વ ડેના રોજ મેચ રમવાનો નિર્ણય લીધો હતો. રિઝર્વ ડેના રોજ પણ વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. જોકે જ્યારે ભારતીય બેટ્સમેન રમવા માટે ઉતર્યા તો તેમણે વરસાદની દખલ વગર જ ભારતીય ઈનિંગ સમાપ્ત કરી હતી. 

ભારતીય ટીમે રવિવાર અને ત્યાર પછી સોમવારના રોજ પાકિસ્તાન સામે બેટિંગ કરીને 50 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા છે. જવાબમાં પાકિસ્તાનના બેટ્સમેનોએ કુલદીપ યાદવ સામે ઘૂંટણીયા ટેકવી દીધા હતા. પાકિસ્તાન સામે રનની દૃષ્ટિએ આ ભારતીય ટીમની સૌથી મોટી જીત છે. ભારતીય ટીમના 357 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરીને પાકિસ્તાનની ટીમ ડાબોડી સ્પિનર કુલદીપ યાદવ (25 રન પર 5 વિકેટ)ની જોરદાર બોલિંગ સામે 32 ઓવરમાં 128 રન પર ઢેર થઈ ગઈ હતી. 

ભારતીય ટીમ માટે વિરાટ કોહલીએ પોતાની 47મી સેન્ચ્યુરી દરમિયાન 94 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 122 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 4 મહિના કરતા પણ વધારે સમય બાદ પ્રથમ પ્રતિસ્પર્ધી મુકાબલો રમી રહેલા કેએલ રાહુલ (અણનમ 111 રન, 106 બોલ, 12 ચોગ્ગા અને 2 છગ્ગા) સાથે ત્રીજી વિકેટ માટે 233 રનની અતૂટ ભાગીદારી કરી હતી જેથી ભારતીય ટીમે 2 વિકેટ પર 356 રન બનાવીને પાકિસ્તાન સામેના પોતાના સર્વોચ્ય સ્કોરની બરાબરી કરી હતી. વિરાટ કોહલી અને કેએલ રાહુલના કારણે ભારતીય ટીમ અંતિમ 10 ઓવરમાં 105 રન જોડવામાં સફળ રહી હતી.

આર પ્રેમદાસા સ્ટેડિયમમાં વિરાટ કોહલીની આ સતત ચોથી સેન્ચ્યુરી છે. રવિવારે સતત વરસાદના કારણે મુકાબલાને વચ્ચે રોકવો પડ્યો હતો અને સોમવારે રિઝર્વ ડે પર મુકાબલો આગળ રમાયો હતો. લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલા પાકિસ્તાનની શરૂઆત પણ ખરાબ રહી હતી. ટીમે પાંચમી ઓવરમાં જ ઈમામ ઉલ હકની વિકેટ ગુમાવી હતી જેણે જસપ્રીત બુમરાહના બોલ પર શુભમન ગિલને કેચ અપાવ્યો હતો. કેપ્ટન બાબર આઝમ પણ 24 બોલમાં 10 રનની ધીમી ઈનિંગ રમીને 11મી ઓવરમાં હાર્દિક પંડ્યાના બોલ પર બોલ્ડ થઈ ગયા હતા.