Ind vs Pak: વર્લ્ડ કપમાં ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું, રોહિત-ઐયરની હાફ સેન્ચ્યુરી

Ind vs Pak: ICC વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા (Team India)એ ફરી એક વખત પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાડી છે. 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ના જેની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા ભારત અને પાકિસ્તાન (Ind vs Pak) વચ્ચેના રસાકસીભર્યા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બાબર આઝમની […]

Share:

Ind vs Pak: ICC વનડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા (Team India)એ ફરી એક વખત પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાડી છે. 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલા વર્લ્ડ કપ 2023 (World Cup 2023)ના જેની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવા ભારત અને પાકિસ્તાન (Ind vs Pak) વચ્ચેના રસાકસીભર્યા મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બાબર આઝમની કેપ્ટનશિપવાળી ટીમને 7 વિકેટથી હરાવીને સેમીફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. 

Ind vs Pakમાં જસપ્રીત બુમરાહ મેન ઓફ ધ મેચ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ ટોસ જીતીને પહેલા બોલિંગ પર પસંદગી ઉતારી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ મહામુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ હતી જ્યારે ટીમ ઈન્ડિયાએ 30.3 ઓવરમાં 192 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ સાથે જ વર્લ્ડ કપ દરમિયાનની ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત છે.  

વધુ વાંચો: ડિઝની પ્લસ હોટસ્ટાર પર દર્શકોએ રેકોર્ડ તોડયો, જાણો કેટલા કરોડ લોકોએ મેચ જોઈ

અમદાવાદ ખાતે રમાયેલી આ મેચમાં પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી પરંતુ એક વખત વિકેટ પડવાની શરૂ થઈ તો 191 રન પર અટકી હતી. પાકિસ્તાનની ટીમમાં કેપ્ટન બાબર આઝમ 50 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યા હતા. મોહમ્મદ રિઝવાને 49 રન બનાવ્યા હતા. ઓપનર ઈમામ ઉલ હકે 36 અને અબ્દુલ્લા શફીકે 20 રનનું યોગદાન આપ્યું હતું. 

ટીમ ઈન્ડિયા (Team India) માટે બેટ્સમેનોએ 2-2 વિકેટ લીધી હતી. પેસર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) 19 રન આપીને 2 વિકેટ ઝાડી હતી અને બુમરાહની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી થઈ હતી. આ મેચ દરમિયાન વિરાટ કોહલી (Virat Kohli)એ પણ ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. વિરાટ કોહલીએ અમદાવાદમાં સૌથી વધુ 8 વન-ડે મેચ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.

વધુ વાંચો: પ્રી મેચ સેરેમનીનુંપ્રસારણ ન થવાથી રોષનો રાફડો ફાટ્યો

રોહિત-ઐયરની હાફ સેન્ચ્યુરી

ભારત અને પાકિસ્તાન (Ind vs Pak) વચ્ચેની આ મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી રોહિત શર્માએ 63 બોલમાં 6 ફોર અને 6 સિક્સ સાથે 86 રન કર્યા હતા. શ્રેયસ ઐય્યરે (Shreyas Iyer) 62 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે અણનમ 53 રન જ્યારે કે.એલ.રાહુલે 29 બોલમાં 2 ફોર સાથે અણનમ 19 રન ફટકાર્યા હતા. ડેન્ગ્યુમાંથી બેઠા થઈને અનેક અટકળોના અંત સાથે મેદાનમાં ઉતરેલા શુભમન ગિલે (Shubman Gill) 11 બોલમાં 4 ફોર સાથે 16 રન તથા વિરાટ કોહલીએ 18 બોલમાં 3 ફોર સાથે 16 રન ફટકાર્યા હતા. 

પાકિસ્તાન સામે ભારતની સતત 8મી જીત

વનડે વર્લ્ડ કપમાં પોતાના ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન સામેની ભારતની આ સતત 8મી જીત છે. સૌ પર્થમ 04/03/1992ના રોજ સિડની ખાતેની મેચમાં ભારત 43 રનથી વિજયી બન્યું હતું. ત્યાર બાદ 1996માં બેંગાલુરૂ ખાતે 39 રન, 1999માં માન્ચેસ્ટર ખાતે 47 રન, 2003માં સેન્ચુરિયન ખાતે 6 વિકેટ, 2011માં મોહાલી ખાતે 29 રન, 2015માં એડીલેડ ખાતે 76 રન અને 2019માં માન્ચેસ્ટર ખાતે 89 રનથી વિજય મેળવ્યો હતો.