IND vs PAK: આ રીતે ફોનમાં બિલકુલ ફ્રીમાં માણો ભારત-પાકિસ્તાન મેચની લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ

IND vs PAK: ભારતના યજમાન પદે ચાલી રહેલા ICC વર્લ્ડ કપ 2023માં શનિવારે (14મી ઓક્ટોબર) બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો જામશે. વર્લ્ડ કપ (World Cup 2023)ની આ 12મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે.  ક્રિકેટના રસિકો માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખૂબ જ […]

Share:

IND vs PAK: ભારતના યજમાન પદે ચાલી રહેલા ICC વર્લ્ડ કપ 2023માં શનિવારે (14મી ઓક્ટોબર) બે કટ્ટર હરીફો ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ખૂબ જ રોમાંચક મુકાબલો જામશે. વર્લ્ડ કપ (World Cup 2023)ની આ 12મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. 

ક્રિકેટના રસિકો માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખૂબ જ ખાસ બની રહે છે પરંતુ દરેક વ્યક્તિ માટે મેદાનમાં જઈને મેચનો આનંદ માણવો કે ઘરે ટીવીની સ્ક્રીન સામે બેસીને આખી મેચ જોવી અશક્ય છે. આ સંજોગોમાં તમે બિલકુલ ફ્રીમાં તમારા મોબાઈલમાં જ ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચના લાઈવ સ્ટ્રીમિંગ (live streaming)ને માણી શકો છો. 

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને ICC વનડે વર્લ્ડ કપ 2023માં વિજય સાથે શુભારંભ કર્યો છે. ઉપરાંત અફઘાનિસ્તાન સામેની બીજી મેચમાં પણ ભારતે 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. આમ બંને મેચમાં વિજય બાદ ટીમ ઈન્ડિયાના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને તેઓ પાકિસ્તાન સામેની મેચ માટે અમદાવાદ આવી પહોંચ્યા છે. 

વધુ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 12 કલાક વિતાવી શકશે

IND vs PAK મેચના લાઈવ સ્ટ્રીમિંગ માટેની એપ્સ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરને શનિવારના રોજ બપોરે 2:00 કલાકે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખૂબ જ રોમાંચક મુકાબલો થવાનો છે. ડિઝની+ હોટસ્ટાર ( Disney+ Hotstar) એપ પર આ મેચનું નિઃશુલ્ક લાઈવ સ્ટ્રીમિંગ (live streaming) કરવામાં આવશે. ટીવી અને ડિજિટલ માધ્યમો માટે વર્લ્ડ કપ 2023ના સત્તાવાર પ્રસારણના અધિકાર ડિઝની સ્ટાર પાસે છે. 

ડિઝની+ હોટસ્ટાર દ્વારા ભારતમાં તેનું મોબાઈલ એપ્લિકેશન પર ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ માટે ફોનમાં માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. જોકે સ્માર્ટ ટીવી કે લેપટોપમાં ફ્રીમાં મેચ જોવા માટે હોટસ્ટાર એપનું સબસ્ક્રિપ્શન લેવું પડશે. 

વધુ વાંચો: માત્ર સ્ટેડિયમ જ નહીં આખું અમદાવાદ નો ડ્રોન ઝોન ઘોષિત

જાણો વિવિધ દેશમાં ફ્રીમાં લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમો વિશે

– ભારતમાં ટીવી માટે સ્ટાર સ્પોર્ટ્સ અને ડિઝની+ હોટસ્ટાર મોબાઈલ એપ

– પાકિસ્તાનમાં PTV સ્પોર્ટ્સ

– ઓસ્ટ્રેલિયામાં 9નાઉ અને ફોક્સ સ્પોર્ટ્સ

– યુએસ અને કેનેડામાં ESPN+

– યુકેમાં સ્કાય સ્પોર્ટ્સ અને માય5

– ન્યૂઝીલેન્ડમાં સ્કાય સ્પોર્ટ્સ અને સ્કાય ગો

ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચને લઈ ક્રિકેટના રસિકોમાં ભારે ઉત્સાહ વ્યાપેલો છે. ટીમ ઈન્ડિયા બંને મેચમાં વિજય બાદ પાકિસ્તાન સામેની મેચ જીતવા માટે તત્પર છે. સામે પાકિસ્તાને પણ બેક ટુ બેક વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી છે. આમ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો આ મુકાબલો ખૂબ રસાકસીભર્યો બની રહેવાનો છે.