Ind Vs Pak match: ડિઝની પ્લસ હોટસ્ટાર પર દર્શકોએ રેકોર્ડ તોડયો, જાણો કેટલા કરોડ લોકોએ મેચ જોઈ

Ind Vs Pak match: શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભાર-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાન સામે જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. સ્ટેડિયમમાં લગભગ 1.30 લાખ દર્શકોએ મેચ જોઈ હતી. ત્યારે આ શાનદાર મેચને ઓનલાઈન OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) પર રેકોર્ડ 3.5 […]

Share:

Ind Vs Pak match: શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભાર-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાઈ હતી. ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. ભારતે વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાન સામે જીતનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો. સ્ટેડિયમમાં લગભગ 1.30 લાખ દર્શકોએ મેચ જોઈ હતી. ત્યારે આ શાનદાર મેચને ઓનલાઈન OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) પર રેકોર્ડ 3.5 કરોડ લોકોએ લાઈવ નિહાળ્યું હતું અને નવો વૈશ્વિક સ્ટ્રીમિંગ રેકોર્ડ બનાવ્યો હતો.

સ્ટ્રીમિંગ જાયન્ટ ડિઝની પ્લસ હોટસ્ટારે (Disney+ Hotstar) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ક્રિકેટ (Ind Vs Pak match)ના તમામ ફોર્મેટમાં પ્રાપ્ત થયેલ આ સર્વોચ્ચ વ્યૂઅરશિપ નંબર છે. 14 ઓક્ટોબરના રોજ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચ જોવા માટે 3.2 કરોડનો આંકડો પાર કર્યો હતો. આ આંકડાને પાછળ છોડીને ડિઝની પ્લસ હોટસ્ટારે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો.”

વધુ વાંચો: વર્લ્ડ કપમાં ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું, રોહિત-ઐયરની હાફ સેન્ચ્યુરી

ડિઝની પ્લસ હોટસ્ટાર (Disney+ Hotstar) ઈન્ડિયાના વડા સજીથ શિવનંદને જણાવ્યું હતું કે, “અમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર ભારત-પાકિસ્તાન મેચ (Ind Vs Pak match) જોવા માટે ટ્યુન ઈન કરનારા તમામ પ્રશંસકોનો આભાર માનવા માંગીએ છીએ. રમત પ્રત્યેના તમારા પ્રેમને કારણે જ ડિઝની પ્લસ હોટસ્ટારે માટે તમામ ક્રિકેટ ફોર્મેટમાં અગાઉના તમામ રેકોર્ડ તોડવાનું અને 3.5 કરોડની વ્યુઅરશિપ સાથે ટોચ પર પહોંચવાનું શક્ય બન્યું છે.” 

વર્લ્ડ કપ 2023 ડિઝની પ્લસ હોટસ્ટાર પર મફતમાં લાઈવ સ્ટ્રીમ કરવામાં આવી રહ્યું છે. આમાં ભારત-પાક મેચ (Ind Vs Pak match) પણ સામેલ હતી. ડિઝની પ્લસ હોટસ્ટાર પાસે ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ બંને પર ICC વર્લ્ડ કપ માટે વિશિષ્ટ પ્રસારણ અને મીડિયા અધિકારો છે. ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર મેચનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, પરંતુ તેના દર્શકોની સંખ્યા પછીથી જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો: ind vs pak world cup 2023 પહેલા શુભમન ગિલને ICCએ આપ્યો એક ખાસ એવોર્ડ

OTT (Disney+ Hotstar) પર આ ભારતની સૌથી વધુ જોવાયેલી મેચ હતી. આ પહેલાનો રેકોર્ડ પણ ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચના નામે નોંધાયેલો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ 2023 સુપર-4 મેચ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 2.8 કરોડ લોકોએ લાઈવ જોઈ હતી. 

વર્લ્ડ કપની 12મી મેચ (Ind Vs Pak match)માં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાની આગામી મેચ 19 ઓક્ટોબરે પુણેમાં બાંગ્લાદેશ સામે થશે. આ સાથે જ પાકિસ્તાનની ટીમ 20 ઓક્ટોબરે બેંગ્લોરમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે.  

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી.