IND vs PAK: પ્રી મેચ સેરેમનીનુંપ્રસારણ ન થવાથી રોષનો રાફડો ફાટ્યો

IND vs PAK: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રસાકસીભર્યો મુકાબલો ચાલી રહ્યો છે. મેચની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીમાં દિગ્ગજ ગાયક અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને ગાયક – સંગીતકાર શંકર મહાદેવને પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો. જોકે પ્રી મેચ સેરેમની (pre-match ceremony) માત્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે જ હતી […]

Share:

IND vs PAK: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે રસાકસીભર્યો મુકાબલો ચાલી રહ્યો છે. મેચની શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમનીમાં દિગ્ગજ ગાયક અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને ગાયક – સંગીતકાર શંકર મહાદેવને પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો. જોકે પ્રી મેચ સેરેમની (pre-match ceremony) માત્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે જ હતી અને તેનું ટીવી કે મોબાઈલ એપ પર પ્રસારણ  ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

IND vs PAKમાં રોહિત શર્માએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પહેલા ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. ઉપરાંત રાહતની વાત એ પણ છે કે, ઓપનર શુભમન ગિલ (Shubman Gill) ડેન્ગ્યુમાંથી સાજા થઈ ફરી મેદાન પર ઉતર્યા છે. શરૂઆતની 3 ઓવરમાં પાકિસ્તાન હાવી રહ્યું હતું અને તેણે વિકેટ ગુમાવ્યા વગર જ 17 રન બનાવી લીધા હતા. 

જોકે ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેના આ મહાસંગ્રામમાં શરૂઆતના એક કલાકમાં જ પાકિસ્તાને પોતાના બંને ઓપનર ગુમાવ્યા હતા અને અબ્દુલ્લા શફીક બાદ ઓપનર ઈમામ ઉલ હક પણ આઉટ થઈ ગયો હતો. ઈમામે 36 રન બનાવ્યા હતા. વિકેટ હાર્દિક પંડ્યાના ખાતામાં ગઈ હતી. કટ કરવાના પ્રયત્નમાં ઈમામે વિકેટકીપર કેએલ રાહુલને કેચ આપી દીધો હતો. 

ત્યાર બાદ રવીન્દ્ર જાડેજાના એક બોલે પાકિસ્તાન ટીમની સાથે વિકેટકીપર બેટ્સમેન રિઝવાનને મુશ્કેલીમાં મુકી દીધો હતો. અમ્પાયરે રિઝવાનને LBW આઉટ ગણાવી દીધો હતો પણ રિવ્યુ બાદ તે સાફ બચી ગયો હતો. તે સમયે રિઝવાને માત્ર 1 રન કર્યો હતો. 

વધુ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બાજ નજર રાખશે આ  ટેથર્ડ ડ્રોન

pre-match ceremonyનું પ્રસારણ નહીં 

ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેના આ ઐતિહાસિક મહાસંગ્રામ પહેલા યોજાયેલી પ્રી મેચ સેરેમનીમાં બોલિવુડના ગાયક અરિજીત સિંહ સહિત અનેક કલાકારોએ પરફોર્મન્સ રજૂ કર્યું હતું. જોકે આ મેચના સત્તાવાર પ્રસારણકર્તા સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા મ્યુઝિકલ ઓડીસી કાર્યક્રમનું ટીવી પર પ્રસારણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

પ્રી મેચ સેરેમની (pre-match ceremony) માત્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે જ હોવાથી તેનું પ્રસારણ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેથી ઘરે રહીને મેચ માણનારા લોકોમાં નિરાશા વ્યાપી હતી. પ્રી મેચ સેરેમનીમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન, સુખવિંદર સિંહ, સુનિધી ચૌહાણ સહિતના બોલિવુડના કલાકારોએ પરફોર્મન્સ આપ્યું હતું. 

સોશિયલ મીડિયા યુઝર્સે આ નિર્ણયની ભારે ટીકા કરી હતી અને તે અંગે અનેક મિમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે. લોકોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મુકાબલા ઉપરાંત આ કાર્યક્રમ માટે પણ ભારે ઉત્સુકતા વ્યાપેલી હતી પરંતુ પ્રસારણકર્તા, BCCIના ટીવી કે મોબાઈલ એપ પર તેનું પ્રસારણ ન કરવાના નિર્ણયથી તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું.  

વધુ વાંચો:13 કલાક અમદાવાદમાં આ રસ્તાઓ બંધ રહેશે જાણો ડાયવર્ટ રૂટ્સ