Ind vs Pak: PCBએ ભારતની ફરિયાદ કરી તો ટીમના હિન્દુ ક્રિકેટરે દેખાડ્યો અરીસો

Ind vs Pak: ભારતના યજમાન પદે અમદાવાદ ખાતે રમાયેલી ભારત-પાકિસ્તાન (Ind vs Pak) મેચમાં મળેલા આકરા પરાજય બાદ પાકિસ્તાનમાં ભારે નિરાશાનો માહોલ છવાયો છે. પાકિસ્તાનના ક્રિકેટ રસિકો હજુ સુધી આ હાર પચાવી નથી શક્યા ત્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પણ તેમની હાર માટે વિવિધ પ્રકારના બહાના રજૂ કરી રહી છે. ત્યારે વિવિધ આરોપો વચ્ચે પાકિસ્તાનના પૂર્વ […]

Share:

Ind vs Pak: ભારતના યજમાન પદે અમદાવાદ ખાતે રમાયેલી ભારત-પાકિસ્તાન (Ind vs Pak) મેચમાં મળેલા આકરા પરાજય બાદ પાકિસ્તાનમાં ભારે નિરાશાનો માહોલ છવાયો છે. પાકિસ્તાનના ક્રિકેટ રસિકો હજુ સુધી આ હાર પચાવી નથી શક્યા ત્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પણ તેમની હાર માટે વિવિધ પ્રકારના બહાના રજૂ કરી રહી છે. ત્યારે વિવિધ આરોપો વચ્ચે પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયા (Danish Kaneria)એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને અરીસો દેખાડવાનું કામ કર્યું છે. 

Ind vs Pak મેચ બાદ વિવાદ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ડાયરેક્ટર મિકી આર્થરે તો ભારત-પાકિસ્તાન મેચને ICCના બદલે BCCIની ઈવેન્ટ ગણાવી દીધી હતી. ત્યાર બાદ PCBએ ICC સમક્ષ BCCI સામે ફરિયાદ નોંધાવી છે. PCBના કહેવા પ્રમાણે ભારત દ્વારા પાકિસ્તાનના પત્રકારો અને ચાહકોને વિઝા ન આપવામાં આવ્યા અથવા તો તેમાં જાણી જોઈને વાર લગાડવામાં આવી. 

આ સાથે જ એવો આરોપ પણ લગાવાયો હતો કે, ભારત-પાકિસ્તાન (Ind vs Pak) મેચ દરમિયાન તેમના ખેલાડીઓ સાથે ખરાબ વર્તણૂક કરવામાં આવી. ભારતીય ચાહકોએ તેમના સામે ખૂબ જ હૂટિંગ કર્યું. જોકે આ બધા આરોપો વચ્ચે પાકિસ્તાનના જ એક પૂર્વ હિન્દુ ખેલાડીએ PCBને બરાબરનું સંભળાવીને અરીસો દેખાડવાનું કામ કર્યું છે. 

વધુ વાંચો: PCBએ ભારતીય ચાહકોના અયોગ્ય વર્તન વિશે ICCને ફરિયાદ કરી

દાનિશ કનેરિયા PCB સામે મેદાનમાં

પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ PCBની એક પોસ્ટ પર રિપ્લાય કરતા લખ્યું હતું કે, “પાકિસ્તાનની સ્પોર્ટ્સ પત્રકાર જૈનબ અબ્બાસને કોણે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ ટિપ્પણી કરવા કહ્યું હતું? મિકી આર્થરને ICCની ઈવેન્ટને BCCIની ઈવેન્ટ કહેવા માટે કોણે કહ્યું હતું? રિઝવાનને મેદાન પર નમાજ પઢવા માટે કોણે કહ્યું હતું? બીજાની ભૂલો ન શોધો.”

આ કોઈ પહેલી વખતની ઘટના નથી જ્યારે પાકિસ્તાનની ક્રિકેટ ટીમના આ પૂર્વ હિન્દુ ખેલાડી, દાનિશ કનેરિયા (Danish Kaneria)એ પોતાની ટીમ અને PCB સામે સવાલ કર્યા હોય. 

વધુ વાંચો: બ્રુસેલ્સમાં સ્વીડનના 2 નાગરિકની હત્યા બાદ ફુટબોલ મેચ રદ્દ

ICC સમક્ષ ભારતની ફરિયાદ

PCB દ્વારા તાજેતરમાં જ ICCને એક ફરિયાદ મોકલવામાં આવી છે. આ ફરિયાદમાં લખ્યું છે કે, “પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પાકિસ્તાની પત્રકારો માટે વિઝામાં વિલંબ અને વર્લ્ડ કપ 2023 માટે પાકિસ્તાની ચાહકો માટે વિઝા નીતિની અનુપસ્થિતિને લઈ ICC સમક્ષ ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે.”

આ સિવાય PCBએ 14મી ઓક્ટોબરના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ક્રિકેટના ચાહકો દ્વારા જે વર્તન કરવામાં આવ્યું તેને લઈ પણ ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાન (Ind vs Pak) મેચ દરમિયાન ભારતીય ચાહકોએ મોહમ્મદ રિઝવાન વિરૂદ્ધ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. 

રિઝવાને શ્રીલંકા સામેની મેચમાં સદી કરીને ટીમને વિજય અપાવ્યો હતો અને ત્યાર બાદ એક વિવાદાસ્પદ ટ્વિટ કરી હતી અને જીતનો શ્રેય ગાઝા ખાતેના લોકોને આપ્યો હતો.