ind vs pak world cup 2023: માત્ર સ્ટેડિયમ જ નહીં આખું અમદાવાદ નો ડ્રોન ઝોન ઘોષિત

ind vs pak world cup 2023: શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 (ind vs pak world cup 2023) રમાવાનો છે જેને લઈ ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.  દેશ-વિદેશના ક્રિકેટપ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો પ્રત્યક્ષ આનંદ માણવા માટે અમદાવાદમાં ધામા નાખી રહ્યા છે જેને લઈ […]

Share:

ind vs pak world cup 2023: શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 (ind vs pak world cup 2023) રમાવાનો છે જેને લઈ ક્રિકેટના ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. 

દેશ-વિદેશના ક્રિકેટપ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો પ્રત્યક્ષ આનંદ માણવા માટે અમદાવાદમાં ધામા નાખી રહ્યા છે જેને લઈ સુરક્ષા વ્યવસ્થા પણ ભારે સઘન કરી દેવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને ધ્યાનમાં રાખીને માત્ર સ્ટેડિયમ જ નહીં પણ સમગ્ર અમદાવાદ શહેરને ‘નો ડ્રોન ઝોન’ (No Drone Zone)જાહેર કરી દેવામાં આવ્યું છે. 

વધુ વાંચો: શું પાકિસ્તાન સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને ઉતરશે ટીમ ઈન્ડિયા? જાણો આ દાવા પાછળનું સત્ય

ind vs pak world cup 2023નો ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની (India vs Pakistan) મેચની ટિકિટને લઈ પણ ભારે મારામારી ચાલી રહી છે. અમદાવાદમાં હોટેલના ભાડા આભને આંબી રહ્યા છે અને અમદાવાદમાં હોટેલ મળવી મુશ્કેલ બની ગઈ છે. દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ India vs Pakistan મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચશે. 

દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં રહીને આ મુકાબલો નિહાળશે. ત્યારે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિકે બુધવારના રોજ એક નોટિફિકેશન બહાર પાડીને 14મી ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2023 (ind vs pak world cup 2023) દરમિયાન શહેરને ‘નો ડ્રોન ઝોન’ (No Drone Zone) જાહેર કર્યું છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ (India vs Pakistan) ખૂબ હાઈ પ્રોફાઈલ ગણાતી હોવાથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યું છે. આ કારણે શનિવારના રોજ અમદાવાદમાં ડ્રોન, ક્વાડકોપ્ટર્સ, પાવર્ડ એરક્રાફ્ટ, માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, હેન્ગ ગ્લાઈડર્સ, પેરાગ્લાઈડર્સ, પેરામોટર્સ, હોટ એર બલૂન્સ અને પેરાશૂટનો ઉપયોગ નહીં કરી શકાય.

વધુ વાંચો: India vs Pakistan: અમદાવાદ પહોંચ્યો શુભમન ગિલ, ભારત-પાકિસ્તાન મેચમાં રમી શકશે!

આ સાથે જ નોટિફિકેશનમાં India vs Pakistan મેચ દરમિયાન આતંકવાદી સંગઠન કે અસામાજિક તત્વો નાના એરક્રાફ્ટ કે ડ્રોનની મદદથી ક્રિકેટર્સ, સ્ટેડિયમમાં હાજર મહાનુભવો અને દર્શકો માટે જોખમ ઉભુ કરી શકે છે તેવા જોખમનો ઉલ્લેખ કરીને તકેદારીના ભાગરૂપે અમદાવાદને નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે. આમ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટના મહાસંગ્રામ દરમિયાન તમામ પ્રકારના ડ્રોન અને તેને લગતી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે. 

નો ડ્રોન ઝોન કોને લાગુ નહીં પડે?

અમદાવાદ પોલીસ દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન શહેરમાં નો ડ્રોન ઝોન આદેશ લાગુ કરવામાં આવ્યો છે. જોકે પોલીસ, સિક્યોરિટી એજન્સી, ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને BCCIને આ આદેશ લાગુ નહીં પડે. મેચની ઓપનિંગ સેરેમનીમાં દિગ્ગજ ગાયક અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને ગાયક – સંગીતકાર શંકર મહાદેવન પોતાના અવાજનો જાદુ પાથરવાના છે.