Ind vs SA 1st T20: ભારત-સાઉથ આફ્રિકાની પહેલી T20 મેચ વરસાદના કારણે ધોવાઈ, ટોસ પણ ન ઉછળ્યો

Ind vs SA 1st T20: વરસાદના કારણે ટોસ ઉછાળવામાં પહેલીથી જ મોડુ થયુ હતુ. સમય જતા વરસાદ પણ વધ્યો હતો. એ પછી મેચ રમાય એવી કોઈ આશા ન દેખાતા આખરે મેચને રદ્દ કરવામાં આવી હતી.

Share:

હાઈલાઇટ્સ

  • ભારે વરસાદના કારણે ભારત-સાઉથ આફ્રિકાની મેચ રદ્દ
  • પહેલી જ ટી20 મેચ રદ્દ થતા ફેન્સ થયા નારાજ
  • એક મહિના પહેલાં જ ટિકિટો વેચાઈ ગઈ હતી

Ind vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 મેચ રમાવાની હતી. પરંતુ ભારે વરસાદના કારણે રવિવારે રાત્રે ભારતીય સમય મુજબ 9.25 વાગે મેચ રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે ટોસ પણ ઉછળી શક્યો નહોતો. જે બાદ મેચ રદ્દ થતા ટીમ ઈન્ડિયાના ફેન્સ નારાજ થયા હતા. આમ તો નિર્ધારિત સમય મુજબ સાંજે 7 વાગે ટોસ ઉછળવાનો હતો. સિઝનની પહેલી મેચ હોવાથી સ્ટેડિયમ પણ દર્શકોથી ખીચોખીચ ભરેલું હતું. 

મહિના પહેલાં ટિકિટો વેચાઈ ગઈ હતી 
આ મેચ સાઉથ આફ્રિકાના કિંગ્સમીડમાં રમાવાની હતી. સિઝનની પહેલી મેચ હોવાના કારણે એક મહિના પહેલાં જ ટિકિટો વેચાઈ ગઈ હતી. પરંતુ ફેન્સને માત્ર નારાજગી હાથ લાગી હતી. હવે આગામી મેચ મંગળવારે ગકેબરહામાં રમાશે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો આ વખતે યંગ બ્રિગેડને મહત્વ આપવામા આવ્યું છે. શુભમન ગિલ અને ઉપ કપ્તાન રવિન્દ્ર જાડેજા પરત ફરતા ટીમનું કદ પણ વધ્યું છે. ખેર, આ સિરીઝ વર્લ્ડ કપની તૈયારીઓ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. 

ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રવિન્દ્ જાડેજા (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ-ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, રિંકુ સિંહ, જિતેશ શર્મા (વિકેટ કિપર), યશસ્વી જયસવાલ, દીપક ચાહર, કુલદિપ યાદવ-રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર 

સાઉથ આફ્રિકા 
અડેન માર્કરમ, રીજા હેડ્રિક્સ, મૈથ્યુ બ્રીજકે, ટ્રિસ્ટ્રીન સ્ટબ્બસ-હેનરિચ ક્લાસેન, ડેવિડ મિલર, ડોનોવાન ફરેરિયા, માર્કો જાનસેન-એન્ડિલે ફેહલુકવાયો, કેશવ મહારાજ, ગેરાલ્ડ કોઈજી, નાંદ્રે બર્ગર, તબરેજ શમ્મી