IND vs SA: IND વિરુદ્ધ T20 પહેલાં SAને મોટો ઝટકો, આ ઘાતક ખેલાડી સીરીઝમાંથી બહાર

IND vs SA T20: ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ ટી20 મેચોની સીરીઝ રમાવવા માટે જઈ રહી છે. આ સીરીઝની શરુઆત આગામી 10 ડિસેમ્બરના રોજ થશે. પહેલો મુકાબલો ડરબનમાં રમાશે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 મેચોની સીરીઝ
  • સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર સીરીઝમાંથી થયો બહાર
  • પગમાં ઈજા થતા આખી સીરીઝ હવે તે નહીં રમી શકે

IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 સીરીઝ રમાવવા માટે જઈ રહી છે. આ સીરીઝ પહેલાં જ સાઉથ આફ્રિકાને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયા સામે આફ્રિકાના મેઈન ફાસ્ટ બોલર લુંગી એનગિડી આખી સીરીઝમાંથી બહાર થયો છે. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, લુંગી એનગિડીને જમણાં પગમમાં ઈજા થઈ હોવાથી તેને બહાર થવું પડ્યું છે. આ ઈજાના કારણે ટીમ સ્ક્વોડમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 

વાપસીને બે વર્ષે તક મળી
ભારત સામેની ટી20 સીરીઝમાં લુંગી એનગિડીને બહાર થયા બાદ બે વર્ષ પછી વાપસીની તક મળી છે. બ્યુરોન હેંડરિક્સ છેલ્લે 2021માં આફ્રિકા તરફથી રમ્યો હતો. તે તેના કરિયરમા એક ટેસ્ટ અને આઠ વનડે તથા 19 ટી20 મુકાબલા રમ્યો છે. તેના રેકોર્ડની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમા 19 મેચોમાં તેણે 25 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 9.19ની ઈકોનોમી રેટથી રન પણ આપ્યા છે. 

બોલિંગમાં ફરક પડી શકે 
આ સીરીઝમાં સાઉથ આફ્રિકાએ તેના ફાસ્ટ બોલર કગિસો રબાડાને આરામ આપ્યો છે. હવે લુંગી ઘાયલ થયો છે. એટલે કે તે આખી સીરીઝમાંથી બહાર થયો છે. જેના કારણે હવે સાઉથ આફ્રિકાની ટીમ બોલિંગમાં થોડી નબળી લાગી રહી છે. આ વખતે આ બધી જવાબદારી જેરાલ્ડ કોએત્જીએ, નાંદ્રે બર્ગર, ઓટનીલ બાર્ટમેન અને જિલાડ વિલિયમ્સ પર છે. આ તમામ પ્લેયર્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ના બરાબર છે. 

10 ડિસેમ્બરથી શરુઆત 
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટી20 સીરીઝ મેચની શરુઆત 10 ડિસેમ્બરે થશે. જેનો પહેલો મુકાબલો ડરબનમાં રમાશે. બાકીના બે મુકાબલા 12 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ રમાશે. જે જોહાનસબર્ગમાં રમાશે. આ સીરીઝ પૂરી થયા બાદ બંને ટીમો વચ્ચે 17થી 21 ડિસેમ્બર સુધી ત્રણ વનડે મુકાબલા થશે. એ પછી 26 ડિસેમ્બર બાદ બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝ પણ રમાશે.