ભારત આઠમીવાર બન્યું એશિયા કપનું ચેમ્પિયન, શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું

એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને પાંચ વર્ષના ગાળા બાદ એશિયા કપનું ટાઈટલ જીત્યું. આ ટુર્નામેન્ટ ભારતે આઠમીવાર જીતી છે. ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ઈશાન કિશન અને શુભમન ગિલે 6.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. કોલંબોના આર […]

Share:

એશિયા કપની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવીને પાંચ વર્ષના ગાળા બાદ એશિયા કપનું ટાઈટલ જીત્યું. આ ટુર્નામેન્ટ ભારતે આઠમીવાર જીતી છે. ભારતે શ્રીલંકાને 10 વિકેટથી હરાવ્યું હતું. ભારતીય ટીમને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમ ઈન્ડિયાના ઓપનર્સ ઈશાન કિશન અને શુભમન ગિલે 6.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં 50 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત વિરૂદ્ધ વન-ડેમાં કોઈપણ ટીમનો આ સૌથી ઓછો સ્કોર છે. શ્રીલંકા સામે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે છ વિકેટ લઈને જીત મેળવી હતી. ભારતની ટીમે 6.1 ઓવરમાં 51 રન કરીને જીત મેળવી હતી. 

પાંચમી વિકેટ (12 રનમાં 5 વિકેટ)ના પતન પછી શ્રીલંકાએ ભારત સામે તેનો સૌથી ઓછો ODI સ્કોર નોંધાવ્યો હતો. ભારતે હરીફાઈની પ્રથમ દસ ઓવરમાં છ વિકેટ લીધી, જે આ ફોર્મેટમાં ટીમ માટે અત્યાર સુધીની સૌથી વધુ છે.

એશિયા કપની ફાઈનલમાં મોહમ્મદ સિરાજે રંગ રાખ્યો

મોહમ્મદ સિરાજે મેચમાં 16 બોલમાં પાંચ વિકેટ લીધી હતી, જે વનડેમાં કોઈપણ બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટ છે. તેણે આશિષ નેહરા પછી શ્રીલંકા સામેની વનડેમાં છ વિકેટ લેનાર બીજો ખેલાડી છે. 

મોહમ્મદ સિરાજે આ રમતમાં તેની 50મી ODI વિકેટ લીધી, જે 1,002 બોલમાં આવી, જે આ ફોર્મેટમાં કોઈપણ બોલર દ્વારા બીજી સૌથી ઝડપી છે. આ રેકોર્ડ અજંતા મેન્ડિસ (847 બોલ)ના નામે છે.

ODI ફાઈનલમાં કોઈપણ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા મોહમ્મદ સિરાજના આંકડા સર્વશ્રેષ્ઠ છે, જે 1993 હીરો કપ ફાઈનલમાં અનિલ કુંબલેના 12 રનમાં 6 વિકેટ બાદ બીજા ક્રમે છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનારો પ્રથમ ભારતીય પણ બન્યો હતો.

માત્ર 37 બોલ રમી મેચ જીતી

મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ ફાઈનલ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, આ માટે તેને 5 હજાર ડોલર (લગભગ 4 લાખ રૂપિયા)ની ઈનામી રકમ મળી હતી. તેણે આ રકમ ગ્રાઉન્ડ સ્ટાફ ટીમને આપી હતી. એશિયન ક્રિકેટ કાઉન્સિલે પણ ગ્રાઉન્ડ સ્ટાફને 50 હજાર ડોલર (લગભગ 40 લાખ રૂપિયા) આપ્યા હતા. એશિયા કપની મોટાભાગની મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી અને ગ્રાઉન્ડ સ્ટાફે સખત મહેનત કરી હતી.

ભારતની ટીમે 263 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ પહેલા ભારતની ટીમે 2001માં કેન્યાને 231 બોલ બાકી રાખીને હરાવ્યું હતું. ફાઈનલમાં જીત સાથે જ ભારતે સૌથી ઓછા બોલ રમીને લક્ષ્યને હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારતની ટીમે બેટિંગમાં માત્ર 37 બોલ રમીને મેચ જીતી મેળવી હતી.