SAFF ચેમ્પિયનશિપમાં મેચ અંતે ડ્રો થઈ

છેલ્લી ઘડીએ અનવર અલીએ ગોલ કરતાં મેચ 1 – 1 થી ડ્રો થઈ હતી. જેના કારણે કુવૈત ગ્રુપ Aમાં ટોચ પર રહ્યું હતું. ભારત અને કુવૈત વચ્ચે મંગળવારે બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે SAFF ચેમ્પિયનશિપ 2023ની અંતિમ ગ્રુપ Aની રમાયેલી મેચ ડ્રો ગઈ હતી. માત્ર સુનીલ છેત્રી જ નહીં પરંતુ સ્થળ પર હાજર ભારતીય સમર્થકોએ […]

Share:

છેલ્લી ઘડીએ અનવર અલીએ ગોલ કરતાં મેચ 1 – 1 થી ડ્રો થઈ હતી. જેના કારણે કુવૈત ગ્રુપ Aમાં ટોચ પર રહ્યું હતું.

ભારત અને કુવૈત વચ્ચે મંગળવારે બેંગલુરુના શ્રી કાંતિરવા સ્ટેડિયમ ખાતે SAFF ચેમ્પિયનશિપ 2023ની અંતિમ ગ્રુપ Aની રમાયેલી મેચ ડ્રો ગઈ હતી. માત્ર સુનીલ છેત્રી જ નહીં પરંતુ સ્થળ પર હાજર ભારતીય સમર્થકોએ પણ મેચ પછી “અનવર અલી” ના નારા લગાવીને તેનું અભિવાદન કર્યું હતું. SAFF ચેમ્પિયનશિપ 2023માં ભારતીય ટીમનું અત્યારસુધીનું પ્રદર્શન સારું રહ્યું છે અને આ મેચ કેપ્ટન સુનિલ છેત્રીના નેતૃત્વમાં સમાપ્ત થઈ હતી. 

બ્લુ ટાઈગર્સે વધુ એક પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું અને એવું લાગી રહ્યું હતું કે, ભારત જીતી જ જશે ત્યારે સેન્ટર-બેક અનવર અલીએ કરેલા ગોલથી મેચ ડ્રોમાં પરિણમી હતી. જો કે, બંને ટીમો સેમી ફાઇનલ માટે પહેલેથી જ સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. પ્રથમ હાફમાં કેપ્ટન સુનિલ છેત્રીએ ગોલ કર્યો હતો. બીજા હાંફમાં બંને ટીમમાં તણાવ જોવા મળ્યો હતો કેમ કે ભારતના મુખ્ય કોચને ટુર્નામેન્ટનું બીજું રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. રહીમ અલી અને કુવૈતના હમદ અલ કલ્લાફને પણ 90 મિનિટે તેમના મારચિંગના ઓર્ડર અપાયા હતા. કુવૈતને પછી સ્ટોપએજ ટાઈમમાં બરાબરી મળી કારણકે જમણી બાજુથી નીચે આવતો ક્રોસ અનવરના પગમાંથી ડિફકલેક્શન થઈને પોસ્ટના ખૂણામાં જતાં અરમિંદરને બોલ બચાવવાની તક મળી ન હતી. અને અનવર અલીએ ભૂલથી કુવૈત માટે ગોલ કરી દીધો હતો. 

આથી, ભારતીય કેપ્ટન અને ટીમ નિરાશ થઈ હતી પરંતુ, તેના સાથી અનવરનું સમર્થન કર્યું હતું. તેણે કહ્યું કે આવી ભૂલ કોઈનાથી પણ થઈ શકે. અનવરના ઈન્જરી ટાઈમના ગોલ અંગે સુનિલ છેત્રીએ જણાવ્યું કે,` તે અનવર નથી, દેશ છે જેને આ  સ્વીકાર્યું’. 

છેત્રીએ કહ્યું કે, ટીમ ટેકનિકલ ભૂલને ગંભીરતાથી લેતી નથી અને તેનાથી વધુ જોશ અને જુસ્સા સાથે લડશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. ટેકનિકલ ભૂલો એવી હોય છે કે તેને આપણે ગંભીરતાથી લેતા નથી. હું પણ ઘણીવાર એવા લક્ષ્ય ચૂકી ગયો છું કે, જે મારે ના ચૂકવા જોઈએ. આવું ફૂટબોલમાં થતું હોય છે આથી અમે તેને ગંભીરતાથી લેતા નથી.