Asian Para Games: ભારતે એશિયન પેરા ગેમ્સમાં 96 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો

Asian Para Games: ચીનના હોંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ગુરુવારે સૌથી વધુ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન પેરા ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 96 થઈ ગઈ હતી, જેમાં 24 ગોલ્ડનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે (India) અગાઉ 2018માં એશિયન પેરા ગેમ્સમાં જીતેલા મેડલની સંખ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ભારતે એશિયન […]

Share:

Asian Para Games: ચીનના હોંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ ગુરુવારે સૌથી વધુ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. એશિયન પેરા ગેમ્સમાં ભારતના કુલ મેડલની સંખ્યા 96 થઈ ગઈ હતી, જેમાં 24 ગોલ્ડનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે (India) અગાઉ 2018માં એશિયન પેરા ગેમ્સમાં જીતેલા મેડલની સંખ્યાનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

ભારતે એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં અત્યાર સુધીમાં 24 ગોલ્ડ, 29 સિલ્વર અને 43 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને એશિયન પેરા ગેમ્સમાં હજુ બે દિવસ બાકી છે ત્યારે ભારત આ હાંગઝોઉ એડિશનમાં 100 મેડલ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ભારતે (India) જકાર્તામાં ગત એશિયન પેરા ગેમ્સમાં 72 મેડલ (15 ગોલ્ડ, 24 સિલ્વર, 33 બ્રોન્ઝ) જીત્યા હતા, જે આ હાંગઝોઉ ગેમ્સ પહેલા શ્રેષ્ઠ હતા.

વધુ વાંચો: ભારત-ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન આ યુવા ક્રિકેટ ચાહકથી અનુરાગ ઠાકુર પ્રભાવિત થયા

Asian Para Gamesમાં ઈતિહાસ રચાયા

સચિન સર્જેરાવ ખિલારીએ પુરુષોના F46 શોટ પુટમાં 16.03 મીટરના ગેમ રેકોર્ડ થ્રો સાથે એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં દિવસનો પહેલો ગોલ્ડ જીત્યો હતો, જ્યારે રોહિત કુમારે 14.56 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ત્યારબાદ પેરા શૂટર સિદ્ધાર્થ બાબુએ એશિયન પેરા ગેમ્સમાં જ્યારે 247.7નો સ્કોર બનાવ્યો ત્યારે R6 મિક્સ્ડ 50m રાઈફલ પ્રોન SH1 ઈવેન્ટમાં બીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો.

શીતલ દેવી અને રાકેશ કુમારની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમે ફાઈનલમાં તેમના ચીનના સમકક્ષ લિન યુશાન અને એઈ ઝિન્લિયાંગને 151-149થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આદિલ મોહમ્મદ નઝીર અંસારી અને નવીન દલાલની જોડીએ નુરશત તોલેઉકાસિમ અને સગદત ડુઈમ્બાયેવની જોડીને 125-120થી હરાવીને તીરંદાજીની મેન્સ ડબલ્સની W1 ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સિમરન અને ભાગ્યશ્રી માધવરાવ જાધવે અનુક્રમે મહિલા T12 100 મીટર અને મહિલા F34 શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 

નારાયણ ઠાકુરે પુરુષોની T35 100 મીટરમાં 14.37 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શ્રેયાંશ ત્રિવેદીએ પણ પુરુષોની T37 100 મીટરમાં 12.24 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વધુ વાંચો: ઈંગ્લેન્ડ-શ્રીલંકા સામેની મેચમાંથી બહાર થઈ શકે છે હાર્દિક પંડયા

પેરા બેડમિન્ટનમાં, સુકાંત ઈન્દુકાંત કદમ (પુરુષ સિંગલ્સ SL4), શિવન નિત્યા સુમાથી (મહિલા સિંગલ્સ SH6), મનીષા રામદાસ (મહિલા સિંગલ્સ SU5), મનદીપ કૌર/મનીષા રામદાસ (મહિલા ડબલ્સ SL3-SU5) અને પ્રમોદ ભગત/સુકાંત ઈન્દુકાંત કદમ (પુરુષોની ડબલ્સ SL3-SL4) એ પોતાની સેમિફાઈનલ મેચો હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ (Asian Para Games)માં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવવા માટે ભારતીય ખેલાડીઓના સમર્પણ, દ્રઢતા અને અતૂટ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે આ ટ્રેન્ડ જાળવી રાખવામાં આવી રહ્યો છે! આ મહત્વપૂર્ણ અવસર ભારતીય ખેલાડીઓના સંકલ્પનું પ્રતીક છે.