India vs Pakistan: એશિયા કપ 2023 બાદ શું આ મેચમાં પણ વિલન બનશે વરસાદ? જાણો આગાહી

India vs Pakistan: વર્લ્ડ કપ 2023ની 10 મેચ રમાઈ ચુકી છે અને 14મી ઓક્ટોબરના રોજ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની આ મેચને લઈ ICC અને BCCI દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.  એશિયા કપ 2023ની ભારત […]

Share:

India vs Pakistan: વર્લ્ડ કપ 2023ની 10 મેચ રમાઈ ચુકી છે અને 14મી ઓક્ટોબરના રોજ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે રમાવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની આ મેચને લઈ ICC અને BCCI દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 

એશિયા કપ 2023ની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વરસાદ (Rain) વિલન બન્યો હતો અને મેચમાં અવરોધ બાદ તેને રિઝર્વ ડેમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આ વખતે પણ ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચેની મેચમાં વરસાદ વિલન બને તેવી શક્યતા જણાઈ રહી છે. આ સંજોગોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદના કારણે ખોરવાઈ શકે છે. 

વધુ વાંચો: IND vs PAK: અમદાવાદ પોલીસે વર્લ્ડ કપની ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટો સાથે 4ને ઝડપ્યા

India vs Pakistan દરમિયાન વરસાદની આગાહી

હવામાન વિભાગે શનિવારના રોજ અમદાવાદમાં હળવા વરસાદની (Rain) આગાહી કરી છે. 14મી ઓક્ટોબરને શનિવારના રોજ જ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે ખૂબ હાઈ પ્રોફાઈલ એવો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ક્રિકેટ મહાસંગ્રામ યોજાવાનો છે. આ કારણે હવામાન વિભાગની આગાહી ક્રિકેટ રસિકો માટે ચિંતાનું કારણ બની છે. 

ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી પ્રમાણે 14મી ઓક્ટોબરના રોજ અમદાવાદ અને આણંદના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની શક્યતા છે. જોકે શનિવારના રોજ રાજ્યના અન્ય વિસ્તારોમાં વરસાદની કોઈ આગાહી નથી. ત્યાર બાદ 15મી ઓક્ટોબરે અમદાવાદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓમાં હળવા વરસાદની અપેક્ષા છે. અને રાજ્યના બાકીના તમામ જિલ્લાઓ સુકા રહેવાની શક્યતા છે.

વધુ વાંચો: India vs Pakistan: જાણો ઓપનિંગ સેરેમનીમાં કયા 3 સુપ્રસિદ્ધ ગાયકો મચાવશે ધમાલ

નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદ

નોંધનીય છે કે, આગામી 15મી ઓક્ટોબરના રોજથી નવરાત્રીના તહેવારની (Navratri 2023) શરૂઆત થઈ રહી છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જ ભારતીય હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. ત્યાર બાદ 16મી ઓક્ટોબરના રોજ માત્ર સાબરકાંઠા, ખેડા અને બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 17મી ઓક્ટોબરે માત્ર સાબરકાંઠામાં જ હળવો વરસાદ વરસવાની શક્યતા છે. 

આમ વરસાદ નવરાત્રી અને બહુપ્રતિક્ષીત એવી ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)ની મેચમાં વિલન બને તેવી શક્યતા જણાઈ રહી છે. 

નોંધનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ પ્રોફાઈલ મેચને લઈ BCCI અને ICC દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બંને ટીમોએ તેમની પ્રથમ 2 મેચ જીતી છે. આવી સ્થિતિમાં રોહિત શર્માથી લઈને બાબર આઝમ સુધીના તમામ ખેલાડીની નજર વર્લ્ડ કપની 13મી સિઝનમાં સતત ત્રીજી મેચ જીતવા પર હશે. 

પાકિસ્તાન સામેની મેચમાં વિજય મેળવીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે રસ્તો બનાવવા સજ્જ છે. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપમાં આજ સુધી પાકિસ્તાન સામેની કોઈ મેચ નથી હારી અને 7 વખત પાડોશી દેશને માત આપી ચુકી છે.