India vs Pakistan: જાણો ઓપનિંગ સેરેમનીમાં કયા 3 સુપ્રસિદ્ધ ગાયકો મચાવશે ધમાલ

India vs Pakistan: વર્લ્ડ કપ 2023ની 10 મેચ રમાઈ ચુકી છે અને 14મી ઓક્ટોબરના રોજ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)વચ્ચેની આ મેચને લઈ ICC અને BCCI દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વર્લ્ડ કપની શરૂઆતમાં ઓપનિંગ સેરેમનીનું (Opening Ceremony) આયોજન […]

Share:

India vs Pakistan: વર્લ્ડ કપ 2023ની 10 મેચ રમાઈ ચુકી છે અને 14મી ઓક્ટોબરના રોજ આ ટુર્નામેન્ટની સૌથી મોટી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન (India vs Pakistan)વચ્ચેની આ મેચને લઈ ICC અને BCCI દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વર્લ્ડ કપની શરૂઆતમાં ઓપનિંગ સેરેમનીનું (Opening Ceremony) આયોજન નહોતું કરવામાં આવ્યું પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. 

India vs Pakistanમાં 3 સુપ્રસિદ્ધ ગાયકોને આમંત્રણ

ભારત અને પાકિસ્તાન  (India vs Pakistan)ની મેચ પહેલા ઓપનિંગ સેરેમનીમાં (Opening Ceremony) બોલિવુડના અનેક દિગ્ગજ ગાયકો અને કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. BCCIએ ગુરૂવારે રાત્રિના સમયે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, India vs Pakistan મેચની ઓપનિંગ સેરેમનીમાં દિગ્ગજ ગાયક અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને ગાયક – સંગીતકાર શંકર મહાદેવન પોતાના અવાજનો જાદુ પાથરવાના છે. 

વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની (India vs Pakistan) મેચના ટોસના 1 કલાક પહેલા એટલે કે, 12:30 વાગ્યાથી અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવનનું પરફોર્મન્સ શરૂ થશે. આ ત્રણેય સુપ્રસિદ્ધ ગાયકોના કાર્યક્રમને મ્યુઝિકલ ઓડિસી નામ આપવામાં આવ્યું છે. 

વધુ વાંચો: શું પાકિસ્તાન સામેની મેચમાં ભગવા રંગની જર્સી પહેરીને ઉતરશે ટીમ ઈન્ડિયા? જાણો આ દાવા પાછળનું સત્ય

અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ આપશે હાજરી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ICC અને BCCI કોઈ કસર નથી છોડવા માગતું માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ 3 સુપ્રસિદ્ધ ગાયકો ઉપરાંત દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ India vs Pakistan મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચશે. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં રહીને આ મુકાબલો નિહાળશે. 

પાકિસ્તાન સામેની મેચમાં વિજય મેળવીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે રસ્તો બનાવવા સજ્જ છે. ટીમ ઈન્ડિયા વનડે વર્લ્ડ કપમાં આજ સુધી પાકિસ્તાન સામેની કોઈ મેચ નથી હારી અને 7 વખત પાડોશી દેશને માત આપી ચુકી છે. પાકિસ્તાન સામેની આ મેચ દ્વારા ICCને ઘણી મોટી રેવન્યુ મળવાની આશા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે જાહેરાતના ભાવ પણ ખૂબ વધી ગયા છે. 

વધુ વાંચો: વર્લ્ડ કપની ભારત – પાકિસ્તાન મેચ પહેલા આ હોટેલ અને એરલાઈન્સ સ્ટોક પર સૌની નજર

ટિકિટ અને હોટેલ બુકિંગનો કકળાટ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટને લઈ પણ ભારે મારામારી ચાલી રહી છે. અમદાવાદમાં હોટેલના ભાડા આભને આંબી રહ્યા છે અને અમદાવાદમાં હોટેલ મળવી મુશ્કેલ બની ગઈ છે. અગાઉ 5મી ઓક્ટોબરે અમદાવાદમાં રમાયેલી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ડેબ્યુ મેચમાં ઓપનિંગ સેરેમની (Opening Ceremony) નહોતી થઈ. તેમાં બોલિવુડ સ્ટાર રણવીર સિંહ, સિંગર અરિજીત સિંહ, અભિનેત્રી તમન્ના ભાટિયા, સિંગર શ્રેયા ઘોષાલ અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલે પરફોર્મ કરવાના હતા પરંતુ ઓપનિંગ સેરેમનીના બદલે કેપ્ટન્સ ડે સેરેમની યોજાઈ હતી.