India Vs Pakistan World Cup Match: 13 કલાક અમદાવાદમાં આ રસ્તાઓ બંધ રહેશે જાણો ડાયવર્ટ રૂટ્સ

India Vs Pakistan World Cup Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ (India Vs Pakistan World Cup Match) રમાવાની છે. ક્રિકેટના ચાહકોમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું ભારે આકર્ષણ હોય છે. આ કારણે જ અમદાવાદ (Ahmedabad)માં મેચ યોજાવાની હોવાથી દેશ-વિદેશના ક્રિકેટ ચાહકોનો અમદાવાદમાં ભારે ધસારો જોવા મળી […]

Share:

India Vs Pakistan World Cup Match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14મી ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ (India Vs Pakistan World Cup Match) રમાવાની છે. ક્રિકેટના ચાહકોમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનું ભારે આકર્ષણ હોય છે. આ કારણે જ અમદાવાદ (Ahmedabad)માં મેચ યોજાવાની હોવાથી દેશ-વિદેશના ક્રિકેટ ચાહકોનો અમદાવાદમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. 

India Vs Pakistan World Cup Matchની સુરક્ષા વ્યવસ્થા

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપનો મહાસંગ્રામ રમાવાનો હોવાથી સુરક્ષાની પણ સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ ફોર્સ, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ (RAF), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના 6,000 પોલીસકર્મીઓને અમદાવાદ (Ahmedabad) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તૈનાત કરવામાં આવશે. 

ગુજરાત પોલીસ ફોર્સ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ (India Vs Pakistan World Cup Match) કોઈપણ મુશ્કેલી વિના યોજાય તે માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અસામાજિક તત્વો અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પણ સામેલ કરવામાં આવ્યા છે.

વધુ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 12 કલાક વિતાવી શકશે

13 કલાક સુધી બંધ રહેશે અમદાવાદનો આ માર્ગ

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઈને કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા સુધીનો રસ્તો સવારના 11:00 વાગ્યાથી રાત્રિના 12:00 વાગ્યા સુધી બંધ રહેશે. 

જોકે વૈકલ્પિક રસ્તા તરીકે તપોવન સર્કલથી ઓએનજીસી ચાર રસ્તાથી વિસતથી જનપથ થઈ પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના અવર જવરના માર્ગનો ઉપયોગ કરી શકાશે. તે સિવાય કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈને ભાટ કોટેશ્વર રોડ થઈને એપોલો સર્કલવાળા રસ્તાનો ઉપયોગ કરી શકાશે. 

વર્લ્ડ કપ ક્રિકેટ મેચના કારણે મેટ્રોના ટાઈમિંગમાં વધારો કરાયો છે અને ટ્રેનો સવારના 6.20 કલાકથી રાત્રિના 1.00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

મેચના 12થી 14 કલાક દરમિયાન આ રસ્તા પરથી માત્ર ચાલીને અવર જવર કરી શકાશે. સામાન્ય લોકો ગેટ નંબર 1 અને 2 પરથી એન્ટ્રી કરી શકશે. જ્યારે VIP માટે આસારામ આશ્રમ ચાર રસ્તાથી આશ્રમ તરફ ગેટ નંબર 3નો ઉપયોગ થશે અને માત્ર VVIP મહેમાનોને જ તેમાંથી પ્રવેશ આપવામાં આવશે.

વધુ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બાજ નજર રાખશે આ  ટેથર્ડ ડ્રોન

જાણો કોને નહીં લાગુ પડે આ જાહેરનામુ

અમદાવાદ પોલીસે ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ (India Vs Pakistan World Cup Match) દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જાહેરનામુ બહાર પાડીને કયો રસ્તો બંધ રહેશે અને તે માટેના વૈકલ્પિક માર્ગ અંગેની માહિતી જણાવી છે. જોકે સદર ક્રિકેટ મેચ સાથે સંકળાયેલા વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો, આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારા અને તે વિસ્તારના રહીશોને આ જાહેરનામુ લાગુ નહીં પડે. 

નોંધનીય છે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2:00 કલાકે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ થશે.

વધુ વાંચો: આ રીતે ફોનમાં બિલકુલ ફ્રીમાં માણો ભારત-પાકિસ્તાન મેચની લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ