IND vs SA: બીજી ઈનિંગમાં ઈન્ડિયાની ખરાબ શરૂઆત, રોહિત-જયસ્વાલ બાદ ગિલ પણ આઉટ

ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 408 રનમાં સમેટાઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકા માટે, ડીન એલ્ગરે 185 રન અને માર્કો જેન્સને 84 રનનું યોગદાન આપ્યું હતું.

Share:

હાઈલાઇટ્સ

  • દક્ષિણ આફ્રિકાએ તેની પ્રથમ ઇનિંગમાં 163 રનની લીડ મેળવી લીધી છે

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં પણ ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ ટી બ્રેક સુધી 62 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી છે. વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ક્રિઝ પર મોરચો સંભાળ્યો છે. જો આવી રીતે જ વિકેટો પડતી રહી તો ટીમ ઈન્ડિયા આ મેચ ચોક્કસ હારી શકે છે.

રોહિત-જયસ્વાલ-ગિલની વિકેટ પડી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને બીજી ઇનિંગમાં કાગિસો રબાડાએ ક્લીન બોલ્ડ કર્યો હતો. રોહિત શર્મા ઇનિંગમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહોતો. પ્રથમ દાવમાં પણ રોહિત માત્ર રન જ બનાવી શક્યો હતો. રોહિત શર્મા બાદ યશસ્વી જયસ્વાલ પણ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો હતો. પહેલી ઈનિંગ્સની જેમ બીજી ઈનિંગમાં પણ દક્ષિણ આફ્રિકાના બોલરોનો દબદબો જારી રહ્યો. શુભમનના રૂપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો છે. આમ, ત્રીજા દિવસના બીજા સેશનમાં દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમની હાલત ખરાબ કરી દીધી છે.

દક્ષિણ આફ્રિકાનો દાવ 408 રન પર પૂરો
ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાનો દાવ 408 રનમાં સમેટાઈ ગયો હતો. ડીન એલ્ગરના 185 રનની મદદથી દક્ષિણ આફ્રિકાની ટીમે ભારત પર 163 રનની લીડ મેળવી હતી. આ પહેલા કેએલ રાહુલની સદીની ઈનિંગથી ટીમ ઈન્ડિયાએ 245 રન બનાવ્યા હતા. ભારત તરફથી બોલિંગમાં જસપ્રીત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય અશ્વિન, શાર્દુલ ઠાકુર અને પ્રસિદ્ધ કૃષ્ણના ખાતામાં પણ વિકેટો આવી છે.