India ODI Squad: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ચાહર-મોહમ્મદ શમી SAના પ્રવાસમાંથી આઉટ, આ પ્લેયરની એન્ટ્રી

સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. દીપક ચાહર વનડે સીરિઝમાંથી હટી ગયો છે. જ્યારે મોહમ્મદ શમી ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ટી20 બાદ વનડે અને ટેસ્ટ રમવાની છે.

Share:

હાઈલાઇટ્સ

  • ભારતને સાઉથ આફ્રિકા સામેની મેચ પહેલાં ઝટકો
  • વનડેમાંથી દીપક ચાહર થયો બહાર, શમી પણ બહાર
  • ચાહરની જગ્યાએ આકાશ દીપને મળી નવી તક

India Vs South Africa: ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રિકા છે. બંને ટીમે વચ્ચે ટી20 મેચ પૂરી થઈ ગઈ છે. હવે બંને ટીમો  વચ્ચે વન ડે અને ટેસ્ટ રમાશે. આ બંને મેચો પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફાસ્ટ બોલર દીપક ચાહર વન ડે સીરીઝમાંથી હટી ગયો છે. જ્યારે મોહમ્મદ શમી ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ એક પોસ્ટમાં આ જાણકારી આપી હતી. બીસીસીઆઈએ જણાવ્યું કે, ફેમિલી મેડિકલ ઈમરજન્સીના કારણે આગામી વનડે સીરીઝમાં દીપક ચાહર નહીં હોય. હવે દીપક ચાહરની જગ્યાએ આકાશ દીપને સામેલ કરવામાં આવ્યો છે. 

આ કારણે થયો બહાર 
વનડે વર્લ્ડ કપમાં સૌથી વધારે 24 વિકેટો લેનારો મોહમ્મદ શમી ફિટનેસના આધારે ટેસ્ટ માટે લાયકાત થવાનો હતો. જેને બીસીસીઆઈની મેડિકલ ટીમે રમવાની મંજૂરી આપી નથી. ત્યારે આવી સ્થિતિમા સ્ટાર બોલર મોહમ્મદ શમી બે ટેસ્ટ મેચોની સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. 

ટેસ્ટમાં આ પ્લેયર થશે સામેલ 
17 ડિસેમ્બરના રોજ જ્હોનિસબર્ગમાં પહેલી વનડે મેચ પૂરી થયા બાદ શ્રેયસ અય્યર ટેસ્ટ સીરીઝ માટે ટેસ્ટ ટીમમાં સામેલ થશે. તે બીજી અને ત્રીજી ટેસ્ટમાં હાજર નહીં હોય. તે ઈન્ટર સ્ક્વોડમાં ભાગ લેશે. આકાશ દીપ ઘરેલૂ ક્રિકેટમાં બંગાળ માટે રમે છે. આકાશે 25 ફર્સ્ટ ક્લાસ, 28 લિસ્ટ એ, 41 ટી20 મેચ રમ્યો છે. તેણે ક્રમશઃ 90, 42 અને 48 વિકેટો લીધી છે. 

મેચનું શેડ્યૂલ 
17 ડિસેમ્બરે પહેલી વનડે-જ્હોનિસબર્ગ 
19 ડિસેમ્બરે બીજી વનડે-પોર્ટ એલિઝાબેથ
21 ડિસેમ્બરે ત્રીજી વનડે-પાર્લ 
26થી 30 ડિસેમ્બર સુધી પહેલી ટેસ્ટ-સેન્ચુરિયન
3થી 7 જાન્યુઆરી સુધી બીજી ટેસ્ટ-જ્હોનિસબર્ગ