એશિયન ગેમ્સમાં ભારતે 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો

ભારતીય ટીમે હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સ 2022માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે આજે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ત્રિપુટીએ આ મેડલ જીત્યો છે. આ દેશ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી. ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો […]

Share:

ભારતીય ટીમે હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સ 2022માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે આજે ચોથો ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાનની ત્રિપુટીએ આ મેડલ જીત્યો છે. આ દેશ માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી. ભારતે તેનો પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારથી જીતનો સિલસિલો યથાવત છે.

દીકરીઓએ અપાવ્યો ભારતને ચોથો ગોલ્ડ મેડલ

મનુ ભાકર, ઈશા સિંહ અને રિધમ સાંગવાન એ પોડિયમમાં ટોચના સ્થાનનો દાવો કરીને 1759નો કુલ સ્કોર હાંસલ કર્યો અને ભારતનો ચોથો ગોલ્ડ મેડલ મેળવ્યો. મનુ ભાકર છેલ્લી રેપિડ-ફાયર સિરીઝ બાદ ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોચ પર રહીને અને તેમાં 98નો સ્કોર કર્યો હતો.

ચીનની ટીમે 1756ના કુલ સ્કોર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાના શૂટરોએ 1742ના કુલ સ્કોર સાથે ત્રીજા સ્થાન માટે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 

આશી ચોકસી, માનિની ​​કૌશિક અને સિફ્ટ કૌર સમરાનો સમાવેશ કરતી અન્ય ભારતીય ત્રિપુટીએ મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશન ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યા પછી તરત જ આ વિજય થયો હતો. ભારતીય ટીમે પોડિયમ પર બીજા સ્થાને રહીને ક્વોલિફિકેશન રાઉન્ડમાં કુલ 1764 પોઈન્ટ્સ મેળવ્યા હતા. 

યજમાન ચીને 1773ના કુલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને દક્ષિણ કોરિયાએ 1756ના કુલ સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સિફ્ટ કૌર સમરા અને આશી ચોકસે પણ ફાઈનલ માટે ક્વોલિફાય થયા હતા. સિફ્ટ કૌર સમરા બીજા ક્રમે અને આશી ચોકસે છઠ્ઠા સ્થાને રહી, જ્યારે માનિની કૌશિક વ્યક્તિગત ઈવેન્ટમાં 18મું સ્થાન મેળવીને બહાર થઈ ગઈ. સિફ્ટ કૌર સમરાએ 594ના કુલ સ્કોર સાથે ક્વોલિફાઈંગ માટે સંયુક્ત નવો એશિયન રેકોર્ડ હાંસલ કર્યો.

41 વર્ષ બાદ ઘોડેસવારીમાં મળ્યો ગોલ્ડ મેડલ

ગઈકાલે ભારતે હોર્સ રાઈડિંગના 41 વર્ષોના ઈતિહાસમાં એશિયન ગેમ્સમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય હોર્સ રાઈડરોએ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કરતા 209.205 પોઈન્ટ્સ મેળવ્યા હતા. દિવ્યકીર્તિ સિંહને 68.176, હૃદય  છેડાને 69.941 અને અનુશ અગ્રવાલને 71.088 પોઈન્ટ્સ મળ્યા હતા. ભારતીય ટીમ ચીનથી 4.5 પોઈન્ટ્સ આગળ રહી હતી.

મંગળવારે ભારતે મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યુ હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ પહેલી જ વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં એશિયન ગેમ્સ 2023ની ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. આ પહેલા મહિલા ટીમે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.