Indian Cricket: રોહિત શર્માનું નેતૃત્વ અને વિરાટ કોહલીની વિરાસત

Indian Cricket: નવેમ્બર 2021ની વાત છે કે જ્યારે ભારતીય ક્રિકેટ પર વિવાદના વાદળો છવાયા હતા. 2013ના મેચ ફિક્સિંગ કાંડ બાદ પહેલી વખત ભારતીય ક્રિકેટ (Indian Cricket) જગતમાં આટલો બધો ઉહાપોહ જોવા મળ્યો હતો.  Indian Cricketમાં વિવાદ ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનમાંના એક એવા વિરાટ કોહલી (Virat Kohli)ને વન ડે ઇન્ટરનેશનલના કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યા […]

Share:

Indian Cricket: નવેમ્બર 2021ની વાત છે કે જ્યારે ભારતીય ક્રિકેટ પર વિવાદના વાદળો છવાયા હતા. 2013ના મેચ ફિક્સિંગ કાંડ બાદ પહેલી વખત ભારતીય ક્રિકેટ (Indian Cricket) જગતમાં આટલો બધો ઉહાપોહ જોવા મળ્યો હતો. 

Indian Cricketમાં વિવાદ

ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટનમાંના એક એવા વિરાટ કોહલી (Virat Kohli)ને વન ડે ઇન્ટરનેશનલના કેપ્ટન પદેથી દૂર કરવામાં આવ્યા હતા. જેથી વિરાટ કોહલી અને તે સમયે બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગૂલી (Sourav Ganguly) વચ્ચે ઝઘડો થયો અને તે સાર્વજનિક પણ બન્યો. વિરાટ કોહલીએ ટી20નું કેપ્ટન પદ તો છોડી દીધું હતું, પરંતુ તે વન ડે ઇન્ટરનેશનલના કેપ્ટન પદે રહેવા માગતો હતો. જેથી ઘરઆંગણે રમાનારો આ 2023નો વર્લ્ડ કપ તેના વડપણ હેઠળ રમાય.

વધુ વાંચો: પ્રી મેચ સેરેમનીનુંપ્રસારણ ન થવાથી રોષનો રાફડો ફાટ્યો

જો કે આવું શક્ય ના બન્યું કારણ કે સૌરવ ગાંગૂલી અને બીસીસીઆઇ (BCCI) પાસે પોતાનો અલગ પ્લાન હતો. જેથી વિરાટ કોહલી (Virat Kohli)ને આખરે નમતું મુકવું પડ્યું અને તેમના સ્થાને રોહિત શર્મા ભારતીય ટીમના કેપ્ટન બન્યા. લોકોને આશા હતી કે રોહિત શર્મા (Rohit Sharma) ભારતને ઇન્ટરનેશનલ ટ્રોફી અપાવી શકશે, જે વિરાટ કોહલી નથી અપાવી શક્યા. જો કે થોડા સમયમાં જ લોકો અને ખુદ રોહિત શર્માને સમજમાં આવી ગયું કે ભારતીય ટીમનું નેતૃત્વ કરવું એ આઇપીએલ (IPL)ની ટીમના નેતૃત્વ કરતા ઘણું અઘરું છે.

રોહિત શર્મા અને રાહુલ દ્રવિડને એક એવી ટીમ મળી હતી જે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની ટીમ કરતા અલગ હતી. ટીમના મુખ્ય ખેલાડીઓને ઇજાઓ થવાથી તેઓ બહાર રહ્યા અને પરિસ્થિતિ કાબૂ બહાર ગઇ. જેના ફળ તેમણે એશિયા કપ દરમિયાન ભોગવ્યા પણ ખરા. ઘણી મહત્વની મેચોમાં હારનો સામનો પણ કરવો પડ્યો.

જો કે બીજી તરફ જ્યારે કોહલીએ કેપ્ટન પદ છોડ્યું ત્યારે ભારતીય ક્રિકેટ (Indian Cricket) ક્ષેત્રે કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન સારુ નહોતું. આ બે વર્ષ દરમિયાન આ જ ખેલાડીઓએ ઘણી મહેનત કરીને ખેલ સુધાર્યો છે. મોહમ્મદ સિરાજ અત્યારે ટોચનો બોલર બની ગયો છે, કુલદિપ યાદવ અને જસપ્રિત બુમરાહ પણ ફોર્મમાં આવી ગયા છે. કુલ મળીને અત્યારે ભારતીય ટીમ ઘણી મજબૂત છે.

વધુ વાંચો: વર્લ્ડ કપમાં ભારતે સતત 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું, રોહિત-ઐયરની હાફ સેન્ચ્યુરી

પાકિસ્તાન સામેની હાલની વર્લ્ડ કપ મેચ દરમિયાન મોહમ્મદ સિરાજ અને કુલદિપ યાદવનું પર્ફોર્મન્સ ઘણું સારુ હતું. કુલદિપની કેએલ રાહુ સાથેની ભાગીદારી અને મોહમ્મદની બોલિંગ મેચનું દમદાર પાસુ બન્યા. તો આ તરફ બુમરાહે પણ ઓવરસ્માર્ટ દેખાતા પાકિસ્તાની બેટ્સમેનોને ફાવવા નહોતા દીધા. રોહિત શર્મા (Rohit Sharma)એ પણ સિરાજ અને કુલદિપની આ પ્રતિભા નિખારવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે, તેને નકારી શકાય નહી.

અંતે એટલું જ કે વિરાટ કોહલી (Virat Kohli) ભલે અત્યારે કેપ્ટન ના હોય પરંતુ આમ છતા ભારટીય ક્રિકેટ ટીમ પર તેનો પ્રભાવ છે અને રેહેશે પણ ખરા. કોહલીના આઇડિયા અને નેતૃત્વ ખરા અર્થમાં ટીમને મદદરુપ થાય છે.