એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમનું શાનદાર પ્રદર્શન, પ્રી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી

ચીન ખાતે આયોજિત એશિયન ગેમ્સ 2023માં ભારતની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે. ભારતની પુરૂષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમે શનિવારના રોજ ગ્રુપ-Fની પોત પોતાની મેચમાં ક્રમશઃ તાઝિકિસ્તાન અને નેપાળને ખૂબ જ સરળતાથી 3-0થી હરાવીને એશિયન ગેમ્સના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું.  ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ પોતાની બંને મેચમાં વિજેતા બની હતીઅને પોતાના […]

Share:

ચીન ખાતે આયોજિત એશિયન ગેમ્સ 2023માં ભારતની શરૂઆત ખૂબ જ શાનદાર રહી છે. ભારતની પુરૂષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમે શનિવારના રોજ ગ્રુપ-Fની પોત પોતાની મેચમાં ક્રમશઃ તાઝિકિસ્તાન અને નેપાળને ખૂબ જ સરળતાથી 3-0થી હરાવીને એશિયન ગેમ્સના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. 

ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ પોતાની બંને મેચમાં વિજેતા બની હતીઅને પોતાના ગ્રુપમાં આગળ રહી હતી. 

મહિલા ટીમનો થાઈલેન્ડ સામે મુકાબલો

રાઉન્ડ-16માં ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમનો સામનો થાઈલેન્ડ સામે થશે. જ્યારે પુરૂષ ટેબલ ટેનિસ ટીમ પણ મહિલા ટીમના પગલે ચાલી રહી છે અને પોતાના ગ્રુપમાં એક પણ મેચ ગુમાવ્યા વગર ટોચ પર રહી છે. ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે શુક્રવારે સિંગાપુરની ટીમને હરાવી હતી અને ત્યાર બાદ નેપાળ સામે વિજય મેળવીને શાનદાર શરૂઆત કરી છે. દિયા ચિતાલેએ સિક્કા શ્રેષ્ઠાને 11-1, 11-6, 11-8થી હરાવી હતી. 

પુરૂષ ટેબલ ટેનિસ ટીમે તાઝિકિસ્તાનને હરાવ્યું

ભારતીય મહિલા ટેબલ ટેનિસના ખેલાડી સુતીર્થી મુખર્જીએ ઈવાના થાપાને 11-1, 11-5, 11-2થી હરાવીને ભારતને વિજય અપાવ્યો હતો. મનિકા બત્રા અને શ્રીજા અકુલાને તે સમયે આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે યમન અને સિંગાપુરને હરાવનારી ભારતીય ટેબલ ટેનિસ ટીમને જી સાથિયાન અને શરત કમલ જેવા અનુભવી ખેલાડીઓ તે મેચ નહોતા રમી રહ્યા તેમ છતાં પણ તાઝિકિસ્તાનને હરાવવામાં કોઈ મુશ્કેલી નહોતી નડી. 

શાનદાર શરૂઆત

ભારતીય ટેબલ ટેનિસ ટીમના ખેલાડી માનવ ઠક્કરે ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી અને અફજાલખોન મહમુદોવને 11-8, 11-5, 11-8થી હરાવ્યો હતો. માનુશ શાહે આ લય જાળવી રાખીને ઉબાદુલો સુલતોનોવને 13-11, 11-7, 11-5થી હરાવીને ભારતને 2-0ની બઢત અપાવી હતી. ત્યાર બાદ હરમીત દેસાઈએ ઈબ્રાખિમ ઈસ્મોઈલજોદાને 11-1, 11-3, 11-5થી હરાવીને ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમને સરળ જીત અપાવી હતી. 

એશિયન ગેમ્સ સ્પર્ધાની શરૂઆતમાં જ ભારતે 3 મેડલ હાંસલ કરીને પોતાનો ડંકો વગાડી દીધો હતો. 3 સિલ્વર મેડલ સાથે એશિયન ગેમ્સમાં ભારતે પોતાની મજબૂત પકડ બનાવી હતી. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારત પોતાના પ્રદર્શનથી દુનિયા પર અમીટ છાપ છોડી રહ્યું છે. મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારતે સિલ્વર જીત્યો છે. આશી ચોક્સીએ એર રાઈફલમાં સિલ્વર મેડલ જીત્યો છે. 

રોઈંગમાં ભારતને મેડલ મળ્યો

ભારતને રોઈંગમાં તેનો બીજો મેડલ મળ્યો, જ્યાં તેણે પુરુષોની લાઈટવેઈટ ડબલ સ્કલ્સમાં સિલ્વર મેડલ જીત્યો. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે ભારતને ગેમ્સમાં બીજો મેડલ અપાવ્યો. ભારતીય જોડી 06:28:18 કલાકે ક્લોક કરીને બીજા ક્રમે રહી હતી.