SA સાથે બીજી વન-ડે ક્યાં રમાશે? ટીમ ઈન્ડિયાએ જણાવ્યું નામ.. વિડીયો જોઈ તમે પણ હસવાનું નહીં રોકી શકો

BCCI દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ટીમ ઈન્ડિયા બીજી વન-ડે જ્યાં રમાવાની છે તે જગ્યાના નામનું ઉચ્ચારણ કરી રહ્યા છે.

Share:

હાઈલાઇટ્સ

  • વિડીયોમાં જોઈ શકાય છે ટીમ ઈન્ડિયા ગ્કબેરહાનું ઉચ્ચારણ કરે છે
  • ગ્કબેરહામાં બીજી વન-ડે રમાશે, અહીં કેવા છે ટીમ ઈન્ડિયાના આંકડા

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ODI 19 ડિસેમ્બર, મંગળવારના રોજ પોર્ટ એલિઝાબેથનું નવું નામ ગ્કબેરહા ખાતે રમાશે. 'Gqeberha' શબ્દનો ઉચ્ચાર મુશ્કેલ છે.  BCCI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં ભારતીય ખેલાડીઓ જોહાનિસબર્ગથી ગ્કબેરહા સુધીની ફ્લાઈટમાં બેસવા માટે રાહ જોતા જોવા મળ્યા હતા અને તેમને પૂછવામાં આવ્યું હતું કે બીજી મેચ જ્યાં રમાવાની છે તે જગ્યાનું નામ શું છે?

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ, તિલક વર્મા, રિંકુ સિંહ, રુતુરાજ ગાયકવાડ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓએ તેઓને જે રીતે યોગ્ય લાગ્યું તે રીતે તેને ઉચ્ચારવાનો પ્રયાસ કર્યો અને તેમાંથી મોટા ભાગનાને નામ ન આવડ્યું નહીં. વિડીયોમાં કોઈ તિરુવંતપુરમ તો કોઈ ક્વીન એલિઝાબેથ જેવા નામો કહેવા લાગ્યા. દરમિયાન  કેએલ રાહુલે જગ્યાની નામની સ્પેલિંગ બરાબર કહી અને અંતે બધાએ જગ્યાનું નામ પરફેક્ટ રીતે જણાવ્યું હતું. વિડીયો જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.

ઉલ્લેખનીય ચે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચ ગ્કબેરહા શહેરમાં રમાશે, જે અગાઉ પોર્ટ એલિઝાબેથ તરીકે ઓળખાતું હતું. બંને ટીમો ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા હાલમાં શ્રેણીમાં 1-0થી આગળ છે. પરંતુ આ મેદાન પર ભારતીય ટીમના આંકડા ઘણા ખરાબ છે.

ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ગ્કબેરહાના સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં 6 ODI મેચ રમી છે. તેમાંથી ટીમ ઈન્ડિયા માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે આ મેદાન પર સાઉથ આફ્રિકા સામે 5 મેચ રમી છે, જેમાંથી તેને 4 મેચમાં હાર મળી છે અને માત્ર 1માં જ જીત મળી છે. આ સિવાય તેણે કેન્યા સામે મેચ રમી હતી. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 42 ODI મેચ રમાઈ છે. જેમાંથી 20 મેચ પહેલા બેટિંગ કરનારી ટીમે જીતી છે અને 21 મેચ બાદમાં બેટિંગ કરનારી ટીમે જીતી છે. આ મેદાન પર પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 233 રન છે. તે જ સમયે, ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં રમાયેલી T20 શ્રેણી દરમિયાન આ મેદાન પર એક મેચ પણ રમી હતી. આ મેચમાં પણ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત અને દક્ષિણ આફ્રિકાની ODI ટીમ
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), રૂતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન, અર્શદીપ સિંહ, આકાશ દીપ.

દક્ષિણ આફ્રિકા: એડેન માર્કરમ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, નાન્દ્રે બર્ગર, ટોની ડી જોર્ઝી, રીઝા હેન્ડ્રિક્સ, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, મિહાલી મપોંગવાના, ડેવિડ મિલર, વાઇઆન મુલ્ડર, એન્ડીલે ફેહલુકવાયો, તબરેઝ શમ્સી, રસ્સી વૈન ડર ડુસેન, કાઈલ વેરેને, લિઝાડ વિલિયમ્સ.