ઓસ્ટ્રેલિયા સામે T20 series માટે ભારતીય ટીમની જાહેરાત, સૂર્યકુમાર યાદવ કેપ્ટન બન્યો

23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20 સીરીઝ રમાશે

Courtesy: Image: Twitter

Share:

 

T20 series: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બર, ગુરુવારથી 5 મેચની T20 સીરીઝ (T20 series) વિશાખાપટ્ટનમમાં રમાશે. જ્યારે સીરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બર, રવિવારના રોજ રમાશે. આ સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમનો કેપ્ટન અને ઋતુરાજ ગાયકવાડને વાઈસ કેપ્ટન બનાવાયો છે.

શ્રેયસ ઐયર T20 seriesની છેલ્લી બે મચમાં ટીમ સાથે જોડાશે

શ્રેયસ ઐયર છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. ભારતે આ સીરિઝમાં પાંચ T20 મેચ રમવાની છે. ઈજામાંથી સાજા થયેલા ગુજરાતી ઓલરાઉન્ડર અક્ષર પટેલની વાપસી થઈ છે.

 

હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમાર યાદવ કેપ્ટન બન્યો

હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડ ત્રણ મેચ માટે વાઈસ કેપ્ટન રહેશે જ્યારે શ્રેયસ ઐયર બે મેચ માટે વાઈસ કેપ્ટન તરીકે ટીમ સાથે જોડાશે. વર્લ્ડ કપના વ્યસ્ત કાર્યક્રમ બાદ સિનિયર ખેલાડીઓને T20 સીરીઝ (T20 series) માટે આરામ આપવામાં આવ્યો છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, સૂર્યકુમાર યાદવ T20 ફોર્મેટના ઘાતક ખેલાડી છે. આ ફોર્મેટમાં તેણે 46.02 ની સરેરાશ અને 172.79 ના સ્ટ્રાઈક રેટથી 1841 રન બનાવી લીધા છે. T20 ફોર્મેટમાં સૂર્યકુમાર 2 શતક પણ લગાવી ચુક્યા છે. તેનો બેસ્ટ સ્કોર 117 રન રન છે. T20 ફોર્મેટમાં સુર્યકુમાર યાદવ 260 ડિગ્રીમાં બેટિંગ કરે છે. 

 

ભારતીય ટીમ ગુરુવારે 23 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરીઝ (T20 series) રમશે. સીરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે રમાશે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં જ્યારે બીજી મેચ 26 નવેમ્બરે ત્રિવેન્દ્રમમાં રમાશે. ત્રીજી T20 મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં રમાશે, જ્યારે ચોથી મેચ રાયપુરમાં 1 ડિસેમ્બરે રમાશે. સીરીઝની પાંચમી અને છેલ્લી T20 મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાશે.

 

યજમાન ભારતે તેના મોટા ભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે જેઓ આયર્લેન્ડ T20 સીરીઝ (T20 series)માં જોવા મળ્યા હતા. જો કે, ભારતે 50-ઓવરના વર્લ્ડ કપના સમાપન બાદ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાનું પસંદ કર્યું છે. જસપ્રીત બુમરાહે આ વર્ષની શરૂઆતમાં આયર્લેન્ડ સીરીઝમાં બીજી-સ્ટ્રિંગ ભારતીય ટીમની કપ્તાની સંભાળી હતી.  

 

ભારતે તેના બે વિકેટકીપર-બેટર વિકલ્પો તરીકે ઈશાન કિશન અને જીતેશ શર્માને પસંદ કર્યા છે જ્યારે સંજુ સેમસનને T20 સીરીઝ (T20 series) માટે નજરઅંદાજ કરવામાં આવ્યો છે. 

T20 સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ 

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન, મુકેશ કુમાર.