એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે શનિવારના રોજ જાપાનને 2-1થી માત આપી હતી. નોંધનીય છે કે, સેમીફાઈનલમાં ચીને ભારતીય મહિલા હોકી ટીમને 4-0થી હરાવી હતી. ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં વર્તમાન ચેમ્પિયન જાપાનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. […]

Share:

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં જાપાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે શનિવારના રોજ જાપાનને 2-1થી માત આપી હતી. નોંધનીય છે કે, સેમીફાઈનલમાં ચીને ભારતીય મહિલા હોકી ટીમને 4-0થી હરાવી હતી.

ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં વર્તમાન ચેમ્પિયન જાપાનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે જ ઈતિહાસ રચી દીધો છે. એશિયન ગેમ્સમાં ભારત સતત નવા નવા ઈતિહાસ રચી રહ્યું છે. એશિયન ગેમ્સના 14મા દિવસે પણ ભારતે મેડલ જીતવાનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 

પુરૂષ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સના 13મા દિવસની સાંજે ભારતીય પુરૂષ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. ત્યાર બાદ ભારતીય મહિલા હોકી ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીતીને એક નવો ઈતિહાસ આલેખ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. 

ભારતીય મહિલા હોકી ટીમની ખેલાડીઓ દીપિકા અને સુશીલા ચાનુએ 2 ગોલ કર્યા હતા જેના આધાર પર ભારતને જાપાન જેવી મજબૂત ટીમને હરાવવામાં સફળતા મળી હતી. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતીય મહિલા હોકી ટીમનો આ 7મો મેડલ છે. 

એશિયન ગેમ્સમાં ભારતના નામે 104 મેડલ

એશિયન ગેમ્સના 14મા દિવસે ભારતે સાંજ સુધીમાં 9 મેડલ જીત્યા હતા જેમાં 6 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ સામેલ હતા. ભારતીય મહિલા હોકી ટીમની પહેલા ભારતની પુરૂષ કબડ્ડી ટીમ, પુરૂષ ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ જીતી હતી. તે સિવાય ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી – ચિરાગ શેટ્ટીએ દક્ષિણ કોરિયાની જોડીને હરાવીને બેડમિન્ટનમાં પ્રથમ વખત ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. 

એશિયન ગેમ્સમાં ભારતની મેડલ્સની સેન્ચ્યુરી

તે સિવાય ભારતીય મહિલા કબડ્ડી ટીમે પણ ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે કમ્પાઉન્ડ તીરંદાજીમાં ઓજસ દેવતાલે અને જ્યોતિ વેન્નને પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતના અભિષેક શર્માએ દેશને એક સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે 14મા દિવસે અદિતિ સ્વામીએ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ભારતને તે દિવસનો પ્રથમ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. 

આ સાથે જ એશિયન ગેમ્સ 2023માં ભારતે તે સમયે 104 મેડલ પોતાના નામે કરી લીધા હતા જેમાં 28 ગોલ્ડ મેડલ, 35 સિલ્વર મેડલ અને 41 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. છેલ્લા 72 વર્ષોના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતે એશિયન ગેમ્સમાં 100થી વધારે મેડલ્સ પોતાના નામે કરીને અનેરી સિદ્ધિ મેળવી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ એશિયન ગેમ્સમાં સામેલ ભારતીય ખેલાડીઓને મેડલ્સની સેન્ચ્યુરી બદલ શુભેચ્છાઓ પાઠવીને તેમને મળવા માટે આતુરતા દાખવી હતી.