IPL ઓક્શન 2024 માં ઓક્શનરે કરી મોટી ભૂલઃ RCB ની ટીમને થયું મોટું નુકસાન!

ઓક્શનર મલ્લિકા સાગરની એક ભૂલના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 20 લાખ રૂપીયાનું નુકસાન થયું

Share:

હાઈલાઇટ્સ

  • જોસેફ અલ્જારીની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપીયા હતી અને તેને RCB એ 11.50 કરોડ રૂપીયાની બોલી લગાવીને ખરીદ્યો
  • RCB એ જોસેફને ખરીદી તો લીધો પરંતુ ટીમને 20 લાખ રૂપીયાનું નુકસાન થયું

IPL 2024 માટે મિની ઓક્શન આજે દુબઈમાં થયું. આ વર્ષે નિલામીમાં ઓક્શનર તરીકે પહેલીવાર કોઈ મહિલાને જવાબદારી સોંપવામાં આવી હતી. આજે ઓક્શનર તરીકેની ભૂમિકા મલ્લિકા સાગરે નિભાવી હતી. પરંતુ નિલામી પ્રક્રિયા દરમિયાન ઓક્શનર મલ્લિકા સાગરથી એક મોટી ભૂલ થઈ છે.  

મલ્લિકાની એક ભૂલના કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 20 લાખ રૂપીયાનું નુકસાન થયું છે. હકીકતમાં આ ભૂલ એ દરમિયાન થઈ કે જ્યારે વેસ્ટઈન્ડિઝના ફાસ્ટ બોલર અલ્જારીને લઈને બોલી લાગી રહી હતી.

અલ્જારીની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપીયા હતી અને તેને RCB એ 11.50 કરોડ રૂપીયાની બોલી લગાવીને ખરીદ્યો છે. જોસેફ 11.50 કરોડ સાથે IPL માં વેસ્ટઈન્ડિઝનો બીજો સૌથી મોંઘો પ્લેયર બની ગયો છે. તેનાથી આગળ માત્ર નિકોલસ પૂરન છે કે જેને સનરાઈઝર્સ હૈદરાબાદે 2023 ની આઈપીએલમાં 16 કરોડ રૂપીયામાં ખરીદ્યો હતો.

જોસેફ પર બોલી લગાવવાની શરૂઆત CSK એ કરી હતી. તેની ટક્કર દિલ્હી કેપિટલ્સ સાથે થઈ. 3 કરોડ રૂપીયા સુધી બોલી પહોંચી તો ચેન્નઈ બોલીમાંથી બહાર નિકળી ગઈ. જો કે, લખનઉ સુપર જાયન્ટ્સ અને RCB આ પ્લેયર માટે બોલી લગાવવા લાગ્યા. આ બંન્ને વચ્ચે બોલી લાગતી રહી કે જે 6.40 રૂપીયા સુધી આવીને થોડા સમય માટે રોકાઈ હતી.

આ જગ્યાએ ઓક્શનરે કરી દિધી મોટી ભૂલ!

થોડા સમય સુધી બોલી રોકાયા બાદ જ્યારે બોલી ફરીથી શરૂ થઈ પછી RCB એ બોલી લગાવવાનું શરૂ કર્યું. પરંતુ અહીંયાથી ઓક્શનર મલ્લિકા સાગરને આગળની બોલીમાં 6.60 કરોડ રૂપીયા બોલવાના હતા પરંતુ ઓક્શનરે 6.80 કરોડ રૂપીયાની રકમ બોલી દિધી. અહીયાથી બોલી આગળ વધી કે જે 11.50 કરોડ પર આવીને રોકાઈ હતી. RCB એ જોસેફને ખરીદી તો લીધો પરંતુ ટીમને 20 લાખ રૂપીયાનું નુકસાન થયું.