નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગેચંગે થયો IPLનો પ્રારંભ

ભારતમાં ક્રિકેટનો તહેવાર એટલે IPL. ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPLની 16મી સિઝન શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ સિઝનની  પ્રથમ મેચ પહેલા IPLની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં આશરે સવા લાખ લોકોથી મોદી સ્ટેડિયમ ઉભરાયું હતું. આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સિંગર અરિજીત સિંહ, સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ધમાકેદાર પર્ફોર્મન્સ […]

Share:

ભારતમાં ક્રિકેટનો તહેવાર એટલે IPL. ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે IPLની 16મી સિઝન શરૂઆત થઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ સિઝનની  પ્રથમ મેચ પહેલા IPLની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં આશરે સવા લાખ લોકોથી મોદી સ્ટેડિયમ ઉભરાયું હતું. આ ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સિંગર અરિજીત સિંહ, સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

4 વર્ષ બાદ થઈ ઉજવણી

દેશમાં પુલવામાની ઘટના અને કોવિડ-19ની મહામારી બાદ પહેલીવાર આટલી મોટી IPLની ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં જાણીતા સિંગર અને યુવાદિલોની ધડકન અરિજીત સિંહએ કેસરિયા, રાબતા, શિવાય,  ચઢેયા ડાંસ દા ભૂત, ‘શુભાનલ્લાહ, લહરા દો, ઝૂમે જો પઠાન જેવા ગીતો પર પરફોર્મન્સ આપ્યું હતું. તો બીજી તરફ અભિનેત્રી તમન્ના ભાટિયાએ તુને મારી એન્ટ્રીયા’ અને છોગાડા તારા જેવા ગીતો પર ડાન્સ કર્યો અને ઇન્ડિયન ક્રશ રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લી, નાટુ-નાટુ અને ઢોલીડા જેવા ગીતો પર ઠુમકા લગાવ્યાં હતા.

શરૂઆત પહેલા જ ઉજવણી

મહત્વનું છે કે, ક્રિકેટ ચાહકોએ ઓપનિંગ સેરેમની શરૂ થાય તે પહેલા જ પોતાની ટીમને સપોર્ટ આપવા માટે પોસ્ટરો સાથે સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે ધોની ધોનીના નારા પણ લગાવ્યા હતા. બીજી તરફ  ટુર્નામેન્ટમાં હોમ અને અવે ફોર્મેટ હોવાના કારણે તમામ ટીમના કેપ્ટન ઓપનિંગ સેરેમનીમાં સામેલ થયા નહતા. માત્ર ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નઈ સુપર કિંગ્સના મહેન્દ્ર ધોની સેરેમનીમાં હાજર હતા.

WPL પણ રહી ચર્ચામાં

નોંધનીય છે કે, ગયા મહિને જ વુમન્સ પ્રીમિયર લીગ એટલે WPL-2023 રમાઇ ગઇ. જેમાં મુંબઇની ટીમ વિજેતા બની હતી. IPLમાં 4 વર્ષ બાદ ઓપનિંગ સેરેમની યોજાઇ. આ સિઝનમાં 52 દિવસમાં 70 મેચ વિવિધ 12 સ્ટેડિયમમાં રમાશે. મહત્વનું છે કે, 3 વર્ષ બાદ વિશ્વથી સૌથી મોટી લીગ ટૂર્નામેન્ટમાં હોમ અને અવે ફોર્મેટમાં રમાશે. એટલે કે જે તે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 લીગ મેચ રમશે અને લીગની બાકીની મેચો સામેની ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાશે.

IPL-2023માં ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સે ફિલ્ડીંગ પસંદ કરી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 178 રન બનાવ્યા. જેના જવાબમાં ગુજરાતે 19.2 ઓવરમાં 5 વિકેટ સાથે રમ ચેઝ કરી લીધા હતા. ગુજરાતની આ જીતના હીરો શુભમન ગિલ, વિજય શંકર, રાશિદ ખાન અને મોહમ્મદ શમી રહ્યા છે.