Irfan Pathanએ જસપ્રીત બુમરાહને ગણાવ્યો વિશ્વનો સૌથી સ્કીલફુલ બોલર

Irfan Pathan: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) રવિવારના રોજ લખનૌના ઈકાના સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની મેચ દરમિયાન 2 બોલમાં 2 વિકેટ લઈને ઈંગ્લેન્ડને મુસીબતમાં મુકી દીધું હતું. પાંચમી ઓવરના પાંચમા બોલે બુમરાહે ડેવિડ મલાનને બોલ્ડ કરી દીધો હતો. ત્યારે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Irfan Pathan) પોતાની જાતને જસપ્રીત બુમરાહની […]

Share:

Irfan Pathan: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) રવિવારના રોજ લખનૌના ઈકાના સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપ 2023ની મેચ દરમિયાન 2 બોલમાં 2 વિકેટ લઈને ઈંગ્લેન્ડને મુસીબતમાં મુકી દીધું હતું. પાંચમી ઓવરના પાંચમા બોલે બુમરાહે ડેવિડ મલાનને બોલ્ડ કરી દીધો હતો. ત્યારે ભારતના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Irfan Pathan) પોતાની જાતને જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતા રોકી નહોતા શક્યા. 

Irfan Pathan એ શું કહ્યું?

ઈરફાન પઠાણે જસપ્રીત બુમરાહ માટે જણાવ્યું હતું કે, તે વિશ્વનો સૌથી વધુ સ્કીલફુલ બોલર છે. ઈરફાન પઠાણની આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને યુઝર્સ પણ તેમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ યુઝર્સ જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ને પણ સમર્થન આપી રહ્યા છે. નોંધનીય છે કે, બુમરાહે ઈંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન ડેવિડ મલાનને 16ના સ્કોર પર અને જો રૂટને ઝીરોના સ્કોર પર એલબીડબલ્યુ કર્યા હતા. 

વધુ વાંચો: ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઉતરતાની સાથે જ રોહિતે સર્જ્યો ઈતિહાસ

જસપ્રીત બુમરાહનો જાદુ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં રવિવારના રોજ ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો જાદુ જોવા મળ્યો હતો. બુમરાહે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેના મુકાબલામાં 230 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ડિફેન્ડીંગ ચેમ્પિયનના બેટ્સમેન ડેવિડ મલાન અને જો રૂટને આઉટ કર્યા હતા. 

તે સિવાય બુમરાહે બેટિંગ કરીને અણનમ 16 રન પણ કર્યા હતા. આ કારણે જ ટીમ ઈન્ડિયાના પૂર્વ હરફનમૌલા ખેલાડી ઈરફાન પઠાણે (Irfan Pathan) બુમરાહની ખુલીને પ્રશંસા કરી હતી.

વધુ વાંચો: શૂટિંગમાં 2024 પેરિસ ઓલિમ્પિક માટે ભારતનો 11મો ક્વોટા સુરક્ષિત કર્યો

ટીમ ઈન્ડિયાનો કમાલ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા માટે ઉતરી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર શરૂઆત કરી હતી. જોકે શુભમન ગિલ આઉટ થયો એટલે ટીમ ઈન્ડિયાની વિકેટ પડવા લાગી હતી. 

છેલ્લી ઓવરોમાં સૂર્યકુમાર યાદવના 49 રન અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ના અણનમ 16 રનના કારણે ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 9 વિકેટના નુકસાનથી 229 રનનો સ્કોર ઉભો કર્યો હતો. 

આમ ટીમ ઈન્ડિયાએ ડિફેન્ડીંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં આકરો પરાજય આપ્યો છે. આ સાથે જ તે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ 2023માં સતત છઠ્ઠી જીત પણ છે. જ્યારે ગઈ વખતનું ચેમ્પિયન ઈંગ્લેન્ડ 5મી વખત હાર્યું છે. ભારતે પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 229 રન બનાવ્યા હતા.

જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રન પર જ ઢેર થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ માટે લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સ અને જો રૂટ ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. ભારત માટે મોહમ્મદ શમીએ 4, જસપ્રીત બુમરાહે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી.