ind vs pak match: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બાજ નજર રાખશે આ  ટેથર્ડ ડ્રોન

ind vs pak match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આજે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ હાઈ-વોલ્ટેજ મેચને લઈ ગુજરાત પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ દ્વારા ટેથર્ડ ડ્રોન (tethered drone)ની મદદથી આકાશમાંથી સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તાર ઉપર નજર રાખવામાં આવશે.  ભારત-પાકિસ્તાન મેચ (ind vs pak […]

Share:

ind vs pak match: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં આજે 14 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ હાઈ-વોલ્ટેજ મેચને લઈ ગુજરાત પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. પોલીસ દ્વારા ટેથર્ડ ડ્રોન (tethered drone)ની મદદથી આકાશમાંથી સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તાર ઉપર નજર રાખવામાં આવશે. 

ભારત-પાકિસ્તાન મેચ (ind vs pak match)ને લઈ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વપરાતી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ ટેથર્ડ ડ્રોન (tethered drone)નો ઉપયોગ કરવામાં આવશે. આ ટેથર્ડ ડ્રોનની મદદથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આસપાસના 5 કિલોમીટર સુધીના વિસ્તાર પર નજર રાખવામાં આવશે. આ સાથે ધાબા પોઈન્ટથી લઈ સ્ટેડિયમમાં ચાલતી તમામ ગતિવિધિઓ જાણી શકાશે.

વધુ વાંચો: એશિયા કપ 2023 બાદ શું આ મેચમાં પણ વિલન બનશે વરસાદ? જાણો આગાહી

ટેથર્ડ ડ્રોનની વિશેષતા

આ ટેથર્ડ ડ્રોન (tethered drone) આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. ટેથર્ડ ડ્રોનમાં GPS નેવિગેશનની ખાસ જરૂર પડતી નથી. ટેથર્ડ ડ્રોનની બેટરી લાંબા સમય સુધી ચાલે છે. તેથી ટેથર્ડ ડ્રોન આકાશમાં સતત 12 કલાક સુધી ઉડી શકે છે અને તેની રેન્જ 5 કિ.મી. સુધીની છે. 5 કિ.મી. વિસ્તારમાં આવતી તમામ નાનામાં નાની વસ્તુઓ એચડી કેમેરાથી જોઈ શકાય છે. 

આ ટેથર્ડ ડ્રોન (tethered drone) 120 મીટરની ઉંચાઈ પર ઉડી શકે છે. જેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)ની બહાર જ્યા પણ ભીડ વધારે જોવા મળશે ત્યાં આ ડ્રોન ચક્કર મારશે અને ત્યાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખશે.

આ ઉપરાંત, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે એન્ટી ડ્રોન સિસ્ટમ પણ ગોઠવવામાં આવશે. આ ડ્રોન આસપાસના 2 કિ.મી. વિસ્તારમાં ઉડતા અનધિકૃત ડ્રોનને ઓળખી શકે છે. આમ પોલીસ દ્વારા આ પ્રકારના ટેકનોલોજીથી સજ્જ ડ્રોનનો ઉપયોગ કરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા પર બાજ નજર રાખવામાં આવશે.

વધુ વાંચો: 1.30 લાખ જેટલા પ્રેક્ષકોને પાણી ફ્રીમાં આપવામાં આવશે

ind vs pak matchને લઈને અમદાવાદ છાવણીમાં ફેરવાયું

ભારત-પાકિસ્તાનની મેચ(ind vs pak match) ને લઈને શહેરમાં 4 IG-DIG, 21 DCP, 47 ACP બંદોબસ્તમાં જોડાશે. આ ઉપરાંત, 131 PI, 369 PSI સહિત 7 હજાર જેટલા પોલીસકર્મી તૈનાત રહેશે અને 4 હજારથી વધુ હોમગાર્ડના જવાનો પણ સુરક્ષામાં જોડાશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં 2 હજાર જેટલા CCTV દ્વારા નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, 1 હજાર બોડીવોર્ન કેમેરાથી પોલીસ જવાન સજ્જ રહેશે. નરેદ્ર મોદી સ્ટેડિયમ ખાતે BDDS વિથ સ્નિફર ડોગ ટીમ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે.  

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર કોઈ મેચ(ind vs pak match) માં પ્રેક્ષકો 12 કલાકથી વધુ સમય વિતાવશે. પ્રેક્ષકોને 10 વાગ્યે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં પ્રવેશ આપવામાં આવશે. મેચ બપોરે વાગ્યે શરૂ થશે. સ્ટેડિયમમાં 1.30 લાખ જેટલા દર્શકોની ધારણા છે. તેથી સુરક્ષાના કારણોસર દર્શકોને 10 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે.