એશિયન ગેમ્સમાં પ્રથમ દિવસે જ ભારતની શાનદાર શરૂઆત, રોઈંગ અને શૂટિંગમાં સિલ્વર મેડલ

ચીનના હાંગઝાઉ શહેર ખાતે એશિયન ગેમ્સ 2022નો આરંભ થઈ ચુક્યો છે. ભારતના કુલ 655 ખેલાડીઓ 41 રમતોમાં દેશને મેડલ અપાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. આ સાથે જ ટીમે ઓછામાં ઓછો સિલ્વર મેડલ તો પાક્કો કરી જ લીધો છે.  દીકરીઓએ એશિયન ગેમ્સમાં અપાવ્યો પ્રથમ […]

Share:

ચીનના હાંગઝાઉ શહેર ખાતે એશિયન ગેમ્સ 2022નો આરંભ થઈ ચુક્યો છે. ભારતના કુલ 655 ખેલાડીઓ 41 રમતોમાં દેશને મેડલ અપાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. આ સાથે જ ટીમે ઓછામાં ઓછો સિલ્વર મેડલ તો પાક્કો કરી જ લીધો છે. 

દીકરીઓએ એશિયન ગેમ્સમાં અપાવ્યો પ્રથમ મેડલ

ભારતીય મહિલા શૂટિંગ ટીમે દેશને એશિયન ગેમ્સ 2022નો પ્રથમ મેડલ અપાવ્યો હતો. મેહુલી ઘોષ, રમિતા અને આશી આ ત્રણેયની જોડીએ સિલ્વર મેડલ પર કબજો જમાવ્યો હતો. જ્યારે રોઈંગ સ્પર્ધામાં અરવિંદ અને અર્જુનની જોડીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. 

પુરૂષ ડબલ્સ ટેબલ ટેનિસમાં ભારતે રાઉન્ડ-1માં નેપાળને માત આપી હતી. ભારતીય ખેલાડી સાકેત માઈનેની અને રામકુમાર રામનાથને નેપાળના અભિષેક બસ્તોલા અને પ્રદીપ ખડકાને માત્ર 57 મિનિટમાં 6-2, 6-3થી હરાવ્યા હતા. 

ટેબલ ટેનિસમાં ભારતીય પુરૂષ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી. મહાન શરત કમલે 3-2થી નિર્ણાયક મુકાબલો જીતીને શાનદાર વિજય મેળવ્યો છે. બીજી બાજુ મહિલા ટેબલ ટેનિસ ટીમના સ્ટાર ભારતીય પેડલર મનિકા બત્રા નિર્ણાયક પાંચમી સિંગલ સહિત પોતાની બંને મેચ હારી ગઈ છે. પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડ સામે 2-3ની હાર બાદ ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે. 

ભારતીય બોક્સર પ્રીતિ પવારે શાનદાર પ્રદર્શન સાથે જોર્ડનની સિલિના અલહસનતને હરાવીને મહિલાઓના 54 કિગ્રા ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સ્પર્ધામાં પ્રીતિ જોર્ડન પર સંપૂર્ણપણે હાવી રહી હતી. ધીમી શરૂઆત બાદ પ્રીતિએ આક્રમક વલણ અપનાવીને સરળતાથી 2 રાઉન્ડ પોતાના નામે કર્યા હતા.

એશિયન ગેમ્સની અપડેટ

એશિયન ગેમ્સમાં પુરૂષોની ચાંગક્વાન વુશુ સ્પર્ધામાં ભારતીય વુશુ ખેલાડી સૂરજ સિંહ માયાંગલાંબમ અને અંજુલ નામેડો 5મા અને 6મા ક્રમે રહ્યા. સૂરજ 9.730ના કુલ સ્કોર સાથે 5મા સ્થાને રહ્યો. અંજુલ 9.710 પોઈન્ટ્સ સાથે એક નંબર પાછળ 6મા ક્રમે રહ્યો. 

એશિયન ગેમ્સના રગ્બી સેવન્સમાં ભારતે આકરી હારનો સામનો કરવો પડ્યો. ભારતને પૂલ-એફ મેચમાં હોંગકોંગ સામે 0-38થી આકરો પરાજય મળ્યો. 

એશિયન ગેમ્સની ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભારતીય મહિલા ટીમે થાઈલેન્ડના સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો છે. મનિકા બત્રા અંતિમ મેચમાં હારી ગઈ હતી. એશિયન ગેમ્સની સ્વિમિંગ સ્પર્ધામાં શ્રીહરિ નટરાજ 100 મીટરની બેકસ્ટ્રોક ઈવેન્ટના ફાઈનલમાં પહોંચી છે. 

એશિયન ગેમ્સમાં 10 મીટરની એર રાઈફલમાં રમિતાએ બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે. જ્યારે મેહુલા ઘોષ મેડલ ચૂકી હતી અને તે ચોથા સ્થાને રહી હતી. ભારતીય મહિલા શૂટિંગ ટીમ દેશને એક સિલ્વર મેડલ અપાવી દીધો છે. 

રોઈંગ ટીમે દેશને ત્રીજો મેડલ અપાવ્યો 

એશિયન ગેમ્સની રોઈંગ સ્પર્ધામાં ભારતની ઝોળીમાં દિવસનો ત્રીજો મેડલ આવ્યો છે. રોઈંગ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો છે.

બાબુ યાદવ અને લેખ રામની જોડીએ રોઈંગમાં ભારતને બીજો મેડલ અપાવ્યો છે. બાબુ-લેખની જોડીએ બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે.  ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 8 વિકેટથી હરાવીને એશિયન ગેમ્સ 2022ના ફાઈનલની ટિકિટ પાક્કી કરી છે. આ વિજય સાથે ભારતીય ટીમે કમસેકમ સિલ્વર મેડલ પણ પાક્કો કરી લીધો છે.