એશિયન ગેમ્સમાં બોક્સિંગમાં લવલિના બોર્ગોહેને સિલ્વર અને પરવીન હુડ્ડાએ બ્રોન્ઝ જીત્યો

એશિયન ગેમ્સ 2023માં ચીનની લી ક્વિઆન સામે મહિલાઓની 75 કિગ્રા બોક્સિંગ ફાઈનલમાં ભારતીય મહિલા બોક્સર લવલિના બોર્ગોહેને સિલ્વર મેડલ જીત્યો છે. આ ઉપરાંત, તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે. લવલિના બોર્ગોહેન, જે વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા છે, તેને ચીનની લી ક્વિઆન સામે હારવું પડયું હતું.  શરૂઆતના રાઉન્ડમાં બંને બોક્સર વચ્ચે જોરદાર […]

Share:

એશિયન ગેમ્સ 2023માં ચીનની લી ક્વિઆન સામે મહિલાઓની 75 કિગ્રા બોક્સિંગ ફાઈનલમાં ભારતીય મહિલા બોક્સર લવલિના બોર્ગોહેને સિલ્વર મેડલ જીત્યો છે. આ ઉપરાંત, તેણે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા પણ હાંસલ કર્યો છે. લવલિના બોર્ગોહેન, જે વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક મેડલ વિજેતા છે, તેને ચીનની લી ક્વિઆન સામે હારવું પડયું હતું. 

શરૂઆતના રાઉન્ડમાં બંને બોક્સર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ચાઈનીઝ બોક્સરને લીડ મળી હતી પરંતુ જેમ-જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ધીરે ધીરે ભારત સામે એકતરફી થઈ ગઈ. લવલિના બોર્ગોહેનને બીજા રાઉન્ડની પ્રથમ મિનિટમાં રેફરી દ્વારા પેનલ્ટી આપવામાં આવી હતી. 

બીજા રાઉન્ડના અંતે, લી ક્વિઆન કુલ સ્કોરમાં લવલિના બોર્ગોહેન કરતાં ઘણી આગળ હતી. લવલિના બોર્ગોહેને હિમતભેર પ્રયાસ કર્યો, પરંતુ લી ક્વિઆનનો બચાવ ખૂબ જ મજબૂત હતો. 

લવલિનાએ એશિયન ગેમ્સમાં મહિલા બોક્સિંગમાં પ્રથમ મેડલ અપાવ્યો

લવલિના બોર્ગોહેન મેચ હારી ગઈ અને આ સાથે તેણે ગોલ્ડ મેડલ પણ ગુમાવ્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં મહિલા બોક્સિંગમાં ભારતને પહેલો સિલ્વર મેડલ અપાવ્યો હતો. મેરી કોમ 2014માં ઈંચિયોન ગેમ્સમાં બોક્સિંગમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ભારતીય મહિલા છે.

ભારતીય બોક્સિંગ ટીમે 5 મેડલ (1 સિલ્વર, 4 બ્રોન્ઝ) સાથે તેમના એશિયન ગેમ્સ 2023 અભિયાનનો અંત કર્યો. બોક્સરોએ પેરિસ ઓલમ્પિક માટે 4 બોક્સિંગ ક્વોટા પણ મેળવ્યા હતા.

પરવીન હુડ્ડાએ મહિલાઓના 57 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો

અગાઉ, પરવીન હુડ્ડા મહિલાઓની 57 કિગ્રા સેમિફાઈનલમાં બે વખતની વિશ્વ ચેમ્પિયન ચાઈનીઝ તાઈપેની લિન યુ ટિંગ સામે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.

પરવીન હુડ્ડા, જેણે 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 63 કિગ્રા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, તે 0-5 સર્વસંમત ચુકાદા દ્વારા લિન સામે હારી ગઈ હતી.

પાંચ ફૂટ અને સાત ઇંચ પર ઉભેલી પરવીન હુડ્ડાને તેની ઊંચાઈને કારણે લિન સામે નુકસાન થયું હતું, જેના કારણે તેના માટે લેન્ડ સ્કોરિંગ પંચ મારવાનું મુશ્કેલ બન્યું હતું.

બીજી તરફ લીને પોતાની બે ઈંચની ઊંચાઈનો ફાયદો ઉઠાવ્યો હતો. 2018ના બ્રોન્ઝ મેડલ વિજેતાએ દૂરથી લડતી વખતે પરવીન હુડ્ડાને અનેક મુક્કા માર્યા હતા.

પાંચેય કાર્ડ્સ પર પાછળ રહીને, પરવીન હુડ્ડાએ બીજા રાઉન્ડમાં વધુ આક્રમક અભિગમ અજમાવ્યો પરંતુ 27 વર્ષીય લિને તેના અનુભવનો ઉપયોગ કરીને પગ દ્વારા પરવીન હુડ્ડાના અટેકને ટાળી દીધો.

લિન, જેના નામે ત્રણ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ છે, તેણે આ વર્ષની શરૂઆતમાં 2023ની આવૃત્તિમાં પણ બ્રોન્ઝ મેળવ્યો હતો. 

23 વર્ષીય ભારતીય બોક્સર પરવીન હુડ્ડાએ આવતા વર્ષે પેરિસ ગેમ્સ માટે પહેલેથી જ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો છે. પરવીન હુડ્ડા એશિયન ગેમ્સની આ આવૃત્તિમાં બ્રોન્ઝ મેડલ મેળવનારી ચોથી ભારતીય બોક્સર બની હતી.