અભિનેતા આર માધવનના પુત્ર વેદાંતે ફરી ભારતનું ગૌરવ વધાર્યુ, ભારતે માટે જીત્યા 5 ગોલ્ડ

અભિનેતા આર માધવને એક અપડેટ શેર કર્યું છે, જેમાં માધવન પોતાને ગર્વ અનુભવતો જોવા મળ્યો છે. માધવનના પુત્ર વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતે માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. વેદાંતે મલેશિયન ઇન્વિટેશનલ એજ ગ્રુપ ચેમ્પિયનશિપ્સ-2023માં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. માધવને સોશિયલ મીડિયા પર વેદાંતની સિદ્ધિ શેર કરી આર માધવને વેદાંતની સિદ્ધિઓ અંગે ગર્વ […]

Share:

અભિનેતા આર માધવને એક અપડેટ શેર કર્યું છે, જેમાં માધવન પોતાને ગર્વ અનુભવતો જોવા મળ્યો છે. માધવનના પુત્ર વેદાંતે સ્વિમિંગ ચેમ્પિયનશીપમાં ભારતે માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે. વેદાંતે મલેશિયન ઇન્વિટેશનલ એજ ગ્રુપ ચેમ્પિયનશિપ્સ-2023માં ભારત માટે 5 ગોલ્ડ મેડલ જીત્યા છે.

માધવને સોશિયલ મીડિયા પર વેદાંતની સિદ્ધિ શેર કરી

આર માધવને વેદાંતની સિદ્ધિઓ અંગે ગર્વ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. રવિવારે  રવિવારે માધવને ઇન્સ્ટાગ્રામ પર વેદાંતની નવી સિદ્ધિ શેર કરી છે. આર માધવને એક ફોટા શેર કરતા લખ્યું કે, ઇશ્વરની કૃપા અને બધાની શુભેચ્છાઓથી વેદાંતે ભારત માટે 5 ગોલ્ડ (50 મીટર, 100 મીટર, 200 મીટર, 400 મીટર અને 1500 મીટરમાં) 2 પીજી મેળવ્યા છે. કુઆલાલંપુરમાં મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2023માં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વેદાંતે આ સિદ્ધિ મેળવી છે. અમે ઉત્સાહિત છીએ, સાથે પ્રદીપ સરનો ખૂબ ખૂભ આભાર…

સાઉથ ફિલ્મ ઉદ્યોગના આર માધવને બોલિવૂડ જેવી જ ઓળખ ઉભી કરી છે. માધવન હંમેશા તેના પુત્ર વેદાંતને સમર્થન કરતો રહ્યો છે. જોકે, પુત્ર વેદાંતને ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર રમત-ગમતમાં આગળ વધાર્યો છે. વેદાંતે પર પોતાના કૌશલ્યથી દેશનું નામ રોશન કર્યું છે. વેદાંત સ્વિમિંગમાં માહેર છે. જેથી પોતાની સિદ્ધિઓથી સતત પિતા અને દેશને ગર્વ કરાવતો રહ્યો છે.

માધવનના પુત્રએ દેશનું ગૌરવ વધાર્યું

મહત્વનું છે કે, વેદાંતે તાજેતરમાં મલેશિયા ઇન્વિટેશનલ એજ ગ્રુપ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં વેદાંતે મોટી સિદ્ધિ મેળવી છે. પિતા આર માધવને શેર કરેલી તસવીરોમાં વેદાંત ભારતના રાષ્ટ્રધ્વજ અને પાંચ ગોલ્ડ મેડલ સાથે પોઝ આપતો જોવા મળે છે. જ્યારે બીજા ફોટોમાં માતા સરિતા બિર્જે સાથે જોવા મળી રહ્યો છે.

વેદાંતે અનેક સિદ્ધિઓ મેળવી

આવું પ્રથમ વખત નથી જ્યારે વેદાંત કોઈ ટૂર્નામેન્ટમાં મોટી જીત મેળવી હોય. છેલ્લાં કેટલાંક વર્ષોથી વેદાંત વિવિધ સિદ્ધિઓ મેળવી રહ્યો છે. જેમાં વેદાંતે અનેક મેડલ અને મોટી ટૂર્નામેન્ટ જીતી છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ખેલો ઈન્ડિયા 2023 ટૂર્નામેન્ટમાં મહારાષ્ટ્રની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં વેદાંતે ટૂર્નામેન્ટમાં 5 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા. ગત વર્ષે જુલાઈમાં વેદાંતે 48મી જુનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય જુનિયર સ્વિમિંગ રેકોર્ડ તોડ્યો હતો અને 1500-મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધા જીતી હતી.

વેદાંતની સિદ્ધિઓને લઇ ફેન્સ પણ માધવનના પુત્રને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.મહત્વનું છે કે,  માધવન તાજેતરમાં જ ફિલ્મ ‘રોકેટરી’ અને ‘ધોખા’માં જોવા મળ્યો હતો. રોકેટરી ફિલ્મથી માધવનને સારી એવી નામના મળી છે.