Meg Lanningએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

Meg Lanning: ઓસ્ટ્રેલિયન વુમન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન મેગ લેનિંગે 31 વર્ષની ઉંમરે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેના આ આઘાતજનક નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટપ્રેમીઓને ભારે શોક લાગ્યો છે. મેગ લેનિંગ (Meg Lanning) ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા ખાતે T-20 વર્લ્ડ કપ જીતી ત્યારથી દેશ માટે નથી રમી.   Meg Lanning યુકે પ્રવાસ ચૂકી મેગ લેનિંગ […]

Share:

Meg Lanning: ઓસ્ટ્રેલિયન વુમન્સ ક્રિકેટ ટીમના કેપ્ટન મેગ લેનિંગે 31 વર્ષની ઉંમરે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેના આ આઘાતજનક નિર્ણય બાદ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટપ્રેમીઓને ભારે શોક લાગ્યો છે. મેગ લેનિંગ (Meg Lanning) ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા ખાતે T-20 વર્લ્ડ કપ જીતી ત્યારથી દેશ માટે નથી રમી.  

Meg Lanning યુકે પ્રવાસ ચૂકી

મેગ લેનિંગ મેડીકલ ઈસ્યુના કારણે યુકેનો પ્રવાસ ચૂકી હતી અને વિક્ટોરિયા માટે WNCL ક્રિકેટ રમવા પરત ફર્યા બાદ ફિટ હોવા છતાં પણ તાજેતરની વેસ્ટ ઈન્ડીઝ સામેની T-20 અને ODI શ્રેણી નહોતી રમી. લેનિંગ હાલ વુમન્સ બિગ બેશ લીગ (WBBL)માં મેલબોર્ન સ્ટાર્સની કેપ્ટન છે અને તે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા તૈયાર હોવાનું જણાય છે. 

વધુ વાંચો: Shubman Gill બાબર આઝમને પાછળ ધકેલી નંબર-1 ODI બેટ્સમેન બન્યો

નિવૃત્તિ અંગે શું કહ્યું?

મેગ લેનિંગે (Meg Lanning) પોતાની નિવૃત્તિ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય લેવો મુશ્કેલ હતો પણ મને લાગે છે કે, આ યોગ્ય સમય છે. હું 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આનંદ માણવા માટે અવિશ્વસનીય રીતે ભાગીદાર રહી છું પણ હવે હું જાણું છું કે આ મારા માટે કશું નવું કરવાનો યોગ્ય સમય છે.” આ સાથે જ તેણે પોતે જે હાંસલ કરી શકી છે તેના માટે ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. 

મેગ લેનિંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 13 વર્ષ સુધી તેમની ભૂમિકા ભજવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જે કઈ મેળવ્યું, તેના પર તે ગર્વ કરી રહી છે. તે પોતાને ભાગ્યશાળી માની રહી છે. મેગ લેનિંગના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમે 5 વર્લ્ડ કપ જીત્યા હતા. જેમાં ચાર T-20 વર્લ્ડ કપ અને એક ODI વર્લ્ડ કપનો સમાવેશ થાય છે. 

વધુ વાંચો: ગ્લેન મેક્સવેલે બેવડી સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી

મહેન્દ્ર સિંહ ધોનીથી પણ આગળ

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ તેમના નેતૃત્વમાં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહત્વની વાત એ છે કે, પુરુષ હોય કે મહિલા ક્રિકેટ, આજ સુધી કોઈ કેપ્ટને આટલા ICC ટાઈટલ જીત્યા નથી.

આ રેકોર્ડ મામલે મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને ભારતના મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દીધા હતા. રિકી પોન્ટિંગના નેતૃત્વ હેઠળ, ઓસ્ટ્રેલિયાએ 4 ટાઇટલ જીત્યા છે, જ્યારે એમએસ ધોનીએ તેના નામે 3 ટાઈટલ (એક ODI વર્લ્ડ કપ, એક T-20 વર્લ્ડ કપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા છે.

લેનિંગની કારકિર્દી પર એક નજર

લેનિંગે 2010માં ટી-20 મેચ દ્વારા આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તેણે 132 T20, 103 ODI અને 6 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન લેનિંગે 78 ODI, 100 T20 અને 4 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ કરી હતી. તેમની કપ્તાની હેઠળ, લેનિંગે ઓસ્ટ્રેલિયાને 69 વનડે, 76 T20 અને 4 ટેસ્ટ મેચ જીતી હતી.

Tags :