IPL ના ઈતિહાસમાં મિચેલ સ્ટાર્ક બન્યો સૌથી મોંઘો ખેલાડીઃ 24.75 કરોડમાં KKR એ ખરીદ્યો!

છેલ્લે મિચેલ માટે ગુજરાત ટાઈટન્સે 24 કરોડ રૂપીયાની બોલી લગાવી હતી. બાદમાં KKR દ્વારા 24.75 કરોડ રૂપીયાની બોલી લગાવીને મિચેલને પોતાની ટીમમાં લીધો છે. 

Share:

હાઈલાઇટ્સ

  • IPL નો ઈતિહાસ રહ્યો છે કે, સૌથી મોંઘા પ્લેયર્સ IPL માં ક્યારેય સફળ રહ્યા નથી
  • KKR દ્વારા 24.75 કરોડ રૂપીયાની બોલી લગાવીને મિચેલને પોતાની ટીમમાં લીધો છે.

IPL 2024 માટે આજે દુબઈમાં ખેલાડીઓની નિલામી થઈ રહી છે. આ મીનિ ઓક્શનમાં 332 ખેલાડીઓ માટે બોલી લાગવાની છે. આ પૈકી 216 જેટલા ભારતીય અને 116 વિદેશી પ્લેયર્સ છે. આ 332 પ્લેયર્સને 19 સેટમાં વિભાજીત કરવામાં આવ્યા છે. લિસ્ટમાં 23 પ્લેયર્સ એવા છે કે, જેમની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપીયા છે. આમાં 3 ભારતીય પ્લેયર્સ હર્ષલ પટેલ, શાર્દુલ ઠાકુર અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે. 

મિચેલ સ્ટાર્કે એક રેકોર્ડ બ્રેક કર્યો છે. મિચેલ સ્ટાર્કને KKR દ્વારા 24.75 કરોડ રૂપીયામાં ખરીદવામાં આવ્યો છે. મિચેલ સ્ટાર્ક માટે ગુજરાત ટાઈટન્સ અને KKR વચ્ચે રસાકસી થઈ હતી. છેલ્લે મિચેલ માટે ગુજરાત ટાઈટન્સે 24 કરોડ રૂપીયાની બોલી લગાવી હતી. બાદમાં KKR દ્વારા 24.75 કરોડ રૂપીયાની બોલી લગાવીને મિચેલને પોતાની ટીમમાં લીધો છે. 

જો કે, IPL નો ઈતિહાસ રહ્યો છે કે, સૌથી મોંઘા પ્લેયર્સ IPL માં ક્યારેય સફળ રહ્યા નથી. સૌથી મોંઘા વેચાલેયા પ્લેયર્સ પર પર્ફોર્મન્સ કરવાનું એક અલગ જ પ્રેશર હોય છે અને કદાચ પ્રેશરના કારણે જ તેઓ પર્ફોર્મ નથી કરી શકતા. જો કે, ક્રિકેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે, મિચેલ સ્ટાર્કને વધુમાં વધુ 14-15 કરોડ રૂપીયામાં ખરીદી શકાય. 24.75 કરોડમાં મિચેલને ખરીદવો એ ઓવરપ્રાઈઝ ડીલ છે. 

તો આ સિવાય ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20.50 કરોડમાં ખરીદ્યો છે. પેટ કમિન્સની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપીયા હતી અને તેના માટે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે બોલીમાં રસાકસી જામી હતી.