World Cup 2023: મોહમ્મ્દ શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

World Cup 2023: વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકા સામે ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ શાનદાર બોલિંગ કરીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમીએ વન-ડે ઈન્ટરનેશનલ (ODI)માં ચોથી વખત પાંચ વિકેટ લીધી હતી. મોહમ્મ્દ શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.  ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઝહીર […]

Share:

World Cup 2023: વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં શ્રીલંકા સામે ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ શાનદાર બોલિંગ કરીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમીએ વન-ડે ઈન્ટરનેશનલ (ODI)માં ચોથી વખત પાંચ વિકેટ લીધી હતી. મોહમ્મ્દ શમી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. 

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથને પાછળ છોડીને ODI વર્લ્ડ કપ (World Cup 2023)માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. મોહમ્મ્દ શમીએ મેન ઈન બ્લુ માટે માત્ર 14 ઈનિંગ્સમાં 45 વિકેટ લીધી છે, જ્યારે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાને 23 ઈનિંગ્સમાં 44 વિકેટો મેળવી હતી. ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથે પણ વર્લ્ડ કપમાં 34 ઈનિંગ્સમાં 44 વિકેટ લીધી હતી.

મોહમ્મદ શમી (Mohammed Shami)એ શ્રીલંકા સામેની મેચમાં 5 ઓવર ફેંકી હતી. જેમાં, તેણે 1 મેડન બોલિંગ કરતી વખતે 18 રન આપ્યા અને 5 વિકેટ લીધી હતી. આ પાંચ વિકેટ સાથે, મોહમ્મ્દ શમી હવે વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત વિકેટ લેનારા બોલરોની યાદીમાં મિચેલ સ્ટાર્ક સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. મોહમ્મ્દ શમી અને સ્ટાર્કે પોતાની વર્લ્ડ કપ કારકિર્દીમાં 3-3 વખત આ સિદ્ધિ મેળવી છે.

વધુ વાંચો:  શ્રીલંકાને રેકોર્ડ 302 રનથી હરાવીને ભારતે સેમીફાઈનલમાં એન્ટ્રી મારી

મોહમ્મ્દ શમીએ વર્લ્ડ કપ (World Cup 2023)માં અત્યાર સુધીમાં માત્ર 3 મેચ રમી છે. જેમાં તેણે 14 વિકેટ લીધી છે. મોહમ્મ્દ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની પોતાની પ્રથમ મેચમાં 5 વિકેટ લીધી હતી. આ પછી ઈંગ્લેન્ડ સામે 4 વિકેટ અને હવે શ્રીલંકા સામે ફરી પાંચ વિકેટ લીધી હતી. મોહમ્મદ શમી (Mohammed Shami)એ પોતાના કરિયરમાં અત્યાર સુધી 97 ODI મેચ રમી છે, જેમાં તેણે 24.08ની એવરેજથી બોલિંગ કરતા 185 વિકેટ લીધી છે. 

વર્લ્ડ કપ (World Cup 2023)માં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા શુભમન ગિલ (92), વિરાટ કોહલી (88) અને શ્રેયસ ઐયર (82)ની હાફ સેન્ચ્યુરી સાથે  નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાનથી 357 રન બનાવ્યા હતા. શ્રીલંકાને જીતવા માટે 358 રનનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. પરંતુ શ્રીલંકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. પરિણામે ટીમ ઈન્ડિયાનો વાનખેડે સ્ટેડિયમમાં શાનદાર વિજય થયો હતો. 

વર્લ્ડ કપ (World Cup 2023) દરમિયાન આ રેકોર્ડ વિજય સાથે ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટમાં સતત 7મી જીત હાંસલ કરી છે. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે.